ગૌતમ ગંભીરને જોતા જ ફેંસ લગાવવા લાગ્યા કોહલી કોહલીના નારા- પછી તો ગંભીરનો બાટલો ફાટ્યો અને… જુઓ વિડીયો

IPL 2023 ની 45મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (LSG vs CSK) વચ્ચે રમાઈ હતી જે માત્ર 19.2 ઓવર જ ચાલી શકી…

IPL 2023 ની 45મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (LSG vs CSK) વચ્ચે રમાઈ હતી જે માત્ર 19.2 ઓવર જ ચાલી શકી હતી અને વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે, આ મેચમાં ફરી એકવાર ચાહકોને LSG મેન્ટર ગૌતમ ગંભીરની નારાજ પ્રતિક્રિયા જોવા મળી હતી. ગંભીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં વરસાદના કારણે મેચ રદ્દ થયા બાદ ગંભીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને જોઈને ફેન્સ ‘કોહલી-કોહલી’ની બૂમો પાડી રહ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગંભીર ડ્રેસિંગ રૂમમાં સીડીઓ ચઢી રહ્યો હતો. તે સમયે સ્ટેન્ડમાં હાજર કેટલાક ચાહકોએ ‘કોહલી-કોહલી’ ના નારા લગાવવા માંડ્યા. આ સાંભળીને, ગંભીર ગુસ્સે થઈ જાય છે, થોડીવાર ઉભો રહે છે અને ચાહકો તરફ જોવા લાગે છે. ગંભીરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ‘કોહલી-કોહલી’ ના નારા સાંભળ્યા બાદ ગંભીર ગુસ્સામાં જોવા મળ્યો હતો, કારણ કે 1 મેના રોજ LSG vs RCB મેચ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મેચમાં બેંગ્લોરે લખનૌને 18 રનથી હરાવ્યું હતું.

મેચ સમાપ્ત થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવવા મેદાન પર પહોંચ્યા ત્યારે વિરાટ કોહલીને સૌથી પહેલા નવીન ઉલ હક સાથે ઝઘડો થયો અને પછી કાયલ મેયર્સ આરસીબીના પૂર્વ કેપ્ટન સાથે દલીલ કરતો જોવા મળ્યો. આ પછી કોહલી અને ગંભીર એકબીજા સાથે ટકરાયા હતા. બંને વચ્ચે ગરમાવો એટલો વધી ગયો હતો કે બંને ટીમના ખેલાડીઓને તેમને અલગ કરવા માટે આવવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *