ધનતેરસ અને દિવાળીની સીઝન આવતાની સાથે જ સોનીને ત્યાં ભીડની જમાવટ જોવા મળે છે, પરંતુ તમે જે સોનું ખરીદી રહ્યા છો તે શુદ્ધ છે કે નહીં તે અંગે જણાવતા હોલમાર્ક્સવાળું સોનું માર્કેટમાં માંડ ૧૦ ટકા સોની પાસે હોય છે. હવે ત્યારે પહેલો સવાલ થાય કે તો શું કરવું ?
જાણો અહીં… તમારા પાક્કા બિલમાં આટલી વસ્તુઓ ખાસ ચેક કરવી…
GSTIN, બિલની તારીખ, કેરેટ અનુસાર સોનાની માત્રા અને તે દિવસના હિસાબે સોનાનો ભાવ અને તેનો મેકિંગ ચાર્જ આ બધા પર ૩ ટકા GST સાથેના બિલથી માત્ર સોની જ ટ્રેસ નથી કરી શકાતો પરંતુ તેણે તે દિવસે તમારી પાસેથી લીધેલી રકમ પણ યોગ્ય હતી કે નહીં તે પણ નક્કી કરી શકાય છે. જો ફેક કે ખોટા હોલમાર્કિંગવાળું સોનું ગ્રાહકને પકડાવવામાં આવે તો સોનીને મોટો દંડ અને ગ્રાહકને એક્સચેન્જ અથવા રિફંડ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
જાણો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?
આવી સ્થિતિમાં કોઈ જ્વેલર પાસેથી પ્રોપર GST વાળું બિલ પણ તમને છેતરપિંડીમાંથી બચાવી શકે છે. જેના દ્વારા તમે ભવિષ્યમાં ન ફક્ત જ્વેલર વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો પરંતુ ફેક હોલમાર્ક સામે પ્રોટેક્શન પણ મેળવી શકો છો. જાણકારોનું માનવું છે કે, હોલમાર્ક અને બિલ બંનેને નજર અંદાજ કરવું ગ્રાહક માટે મોંઘુ પડી શકે છે. આવા સમયમાં જો માર્કેટમાં તમને ગમતી જ્વેલરી હોલમાર્ક્ડ સાથેની નથી તો પણ ઓછામાં ઓછું તેનું પાક્કુ બિલ જરૂર લો. તેમજ જો પાક્કુ બિલ હશે તો હોલમાર્ક્ડ જ્વેલરીને પણ વેરિફાઈ કરી શકો છો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કેન્દ્રિય ગ્રાહક મંત્રાલય દ્વારા ફરજિયાત હોલમાર્કિંગને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ WTO સહિત કેટલીક ઔપચારિક્તા પૂરી કરવામાં ૩-૪ મહિના લાગી શકે છે. BIS માન્યતા પ્રાપ્ત કોઈપણ અસેસિંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર પરથી માત્ર ૩૫ રૂપિયામાં ટેસ્ટ કરાવીને સોનાની શુદ્ધતાનું સર્ટિફિકેટ મેળવી શકાય છે. જો શુદ્ધતમાં કંઈ ભેળસેળ સામે આવશે તો વેપારી વિરુદ્ધ આકાર દાંડાત્મક કાયદાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.