પાંચમો તબક્કો: 126 કલંકિત ઉમેદવાર મેદાનમાં, 193 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે શત્રુઘ્નની પત્ની સૌથી અમીર

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર 6 મે ના રોજ મતદાન યોજાશે. આ તબક્કામાં 126 એટલે કે 19 ટકા કલંકિત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ લોકો પર કોઈને કોઈ ગુનાહિત કેસો નોંધાયેલા છે. 95 એટલે કે 14% ઉમેદવારો એવા છે જે ગંભીર ગુનાના આરોપી છે. આ તબક્કામાં 184 કરોડપતિ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. એવામાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હાની પત્ની અને લખનઉથી સપાના ઉમેદવાર સૌથી વધુ અમીર છે.

પૂનમ સિન્હા પાસે સૌથી વધારે સંપત્તિ

પૂનમ સિન્હા પાસે 193 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ વાત એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ના રિપોર્ટમાં સામે આવી છે. એડીઆરે પાંચમા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 674માંથી 668 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. પાંચમા તબક્કામાં 6 મેના રોજ મતદાન યોજાશે.

9 ઉમેદવારો સામે મહિલાઓ સાથે જોડાયેલા ગુના પણ નોંધાયેલા છે. જેમા દુષ્કર્મ, યૌન ઉત્પીડન અને મહિલાઓ માટે ક્રુરતા જેવા મામલાઓ સામેલ છે. 6 ઉમેદવારો એવા છે, જેમણે સ્વીકાર્યુ છે કે તેઓ ગુનાહિત કેસોમાં દોષી સાબિત થયા છે. ત્રણ ઉમેદવારો વિરુદ્ધ હત્યાના મામલામાં કેસ ચાલી રહ્યાં છે. 21 ઉમેદવારો પર હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. પાંચ ઉમેદવાર ખંડણી માટે અપહરણ કરાવવાના કેસમાં આરોપી છે. પાંચ ઉમેદવારો સામે નફરત ભર્યા નિવેદનો આપવાના કેસો નોંધાયેલા છે.

પાંચમો તબક્કોઃ કયા દળના કેટલા કલંકિત ઉમેદવાર
પાર્ટી કુલ ઉમેદવાર કેટલા કલંકિત કેટલા પર ગંભીર ગુનાના કેસ 
ભાજપ 48 22 19
કોંગ્રેસ 45 14 13
બસપા 33 09 07
સપા 09 07 07
અપક્ષ 252 26 18

 

51માંથી 20 ચૂંટણી વિસ્તારો એવા છે, જ્યાં એક-એક બેઠક પર ત્રણથી વધારે કલંકિત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

184 ઉમેદવારો એવા છે જેમની સંપત્તિ 1 કરોડથી વધારે

એડીઆરે જે 668 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યુ છે. તેમાં 184 એટલે કે 28 ટકા ઉમેદવારોની સપંત્તિ એક કરોડથી વધારે છે. ભાજપના 48 ઉમેદવારોમાં 38 એટલે કે 79 ટકા અને કોંગ્રેસના 45માંથી 32 એટલે કે 71 ટકા ઉમેદવારો કરોડપતિ છે. બસપાના 33માંથી 17 અને સપાના નવમાંથી આઠ ઉમેદવારોએ તેમની સંપત્તિ એક કરોડથી વધારે દર્શાવી છે. 31 અપક્ષ ઉમેદવારો પણ કરોડપતિ છે. આ તબક્કામાં ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.57 કરોડ છે.

પાર્ટી કુલ ઉમેદવાર સરેરાશ સંપત્તિ(કરોડ રૂપિયામાં)
ભાજપ 48 6.91
કોંગ્રેસ 45 8.74
બસપા 33 3.32
સપા 09 31.57

 

પાંચમા તબક્કાના ત્રણ સૌથી અમીર ઉમેદવાર
ઉમેદવાર પાર્ટી બેઠક(રાજ્ય) કુલ સંપત્તિ(કરોડ રૂપિયામાં)
પૂનમ સિન્હા સપા લખનઉ(ઉપ્ર) 193
વિજય કુમાર પ્રગતિશીલ સીતાપુર (ઉપ્ર) 177
જયંત સિન્હા ભાજપ હજારીબાગ(ઝારખંડ) 77
  • આ તબક્કામાં ત્રણ ઉમેદવાર એવા છે, જેમને તેમની કુલ સંપત્તિ શૂન્ય દર્શાવી છે.
સૌથી ઓછી આવકવાળા 3 ઉમેદવાર
ઉમેદવાર પાર્ટી બેઠક સંપત્તિ
રિંકુ કુમાર પીપીઆઈ દૌસા (રાજસ્થાન) 1000
દ્વારકા પ્રસાદ બસપા દૌસા(રાજસ્થાન) 1000
બાબૂલાલ કૌલ અધિકારી વિકાસ પાર્ટી રીવા (મપ્ર) 1200

 

  • આ તબક્કામાં 272 ઉમેદવાર એવા છે, જેમને તેમની પર દેવું હોવાની વાત કરી.
ઉમેદવાર પાર્ટી  બેઠક દેવું
રફીક મંડેલિયા કોંગ્રેસ ચુરુ(રાજસ્થાન) 46
પૂનમ સિન્હા સપા લખનઉ(ઉપ્ર) 28
જયંત સિન્હા ભાજપ હજારીબાગ(ઝારખંડ) 19

 

પાંચમાં તબક્કામાં 12 ટકા મહિલા ઉમેદવાર

આ તબક્કામાં 40 ટકા એટલે કે 264 ઉમેદવાર પાંચ કે બાર ધોરણ જ ભણેલા છે. જ્યારે 52 ટકા એટલે કે 384 ઉમેદવારોએ સ્નાતક કે તેનાથી વધારે અભ્યાસ કર્યો છે. 43 ઉમેદવારોએ જણાવ્યું કે, તેઓ ફક્ત શિક્ષિત છે, જ્યારે 6 લોકોએ પોતાને અભણ ગણાવ્યા છે. પાંચમાં તબક્કામાં 79 એટલે કે ફક્ત 12 ટકા મહિલા ઉમેદવારો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *