ગુજરાતીઓ ક્યાય પાછા ન પડે! 2000ની નોટો વટાવવા અપનાવી એવી તરકીબ કે, બેંક કરતા વધુ ત્યાં લાઈન લાગી…

2000 rupees note Gujarat: બે હજાર રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા લેવામાં આવ્યો છે. RBIએ કહ્યું છે…

2000 rupees note Gujarat: બે હજાર રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા લેવામાં આવ્યો છે. RBIએ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો (2000 notes ban) પાછી ખેંચી લેવામાં આવશે એટલે કે તમારી પાસે રહેલી 2000 રૂપિયાની નોટ (2000 rupees note) હવે તમે કોઈપણ બેંકમાં જઈને બદલી શકો છો અને આ માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારે હવે આ બધાની વચ્ચે ગુજરાતીઓએ નોટ વટાવવા માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. જે જાણીને તમે કહેશો શું વાત છે..!

ગુજરાતીઓએ શોધી કાઢ્યો નોટ વટાવવા માટે અનોખો રસ્તો:

જો વાત કરવામાં આવે તો રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ રાજ્યના વિવિધ વિસ્તારમાં બેંકોના બદલે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની મોટી મોટી લાઈનો લાગી ગઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર અનેક લોકો 2 હજારની નોટ વટાવવા માટે આવી રહ્યા છે. અત્યાર સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ પૂરાવ્યા પછી જે લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હતા, તે લોકો પણ હવે પેટ્રોલ કે ડીઝલ પુરાવીને 2 હજારની ગુલાબી નોટ આપી રહ્યા છે.

પેટ્રોલપંપ પર 2 હજાર રૂપિયાની નોટમાં થયો વધારો:

મહત્વનું છે કે, લોકો તેમની પાસે પડેલી 2 હજારની નોટોનો નિકાલ કરવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે. રાજ્યના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાઈનો જોવા મળી રહી છે. તેઓ તેમના વાહનોમાં ઈંધણ પૂરાવ્યા પછી2 હજારની નોટ આપી રહ્યા છે. ગુજરાતના અનેક પેટ્રોલપંપ પર 2 હજાર રૂપિયાની નોટમાં વધારો થયો છે. ગુજરાતીઓ પેટ્રોલ અને ડીઝલ પૂરવા માટે 2 હજાર રૂપિયાની નોટનો ઉપયોગ કરી રહ્યા છે.

પેટ્રોલ પંપના કર્મચારીએ જુઓ શું કહ્યું?

ત્યારે આ મામલે પેટ્રોલ પંપના કર્મચારીએ જણાવતા કહ્યું કે, ગઈકાલે ન્યૂઝ ચેનલો પર સમાચાર આવ્યા બાદથી પેટ્રોલ પંપ પર મોટી લાઈનો લાગી છે અને 2000ની નોટોની સંખ્યામાં પણ વધારો થયો છે. વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલ પૂરાવીને સીધી 2 હજારની ગુલાબી નોટો જ કાઢી રહ્યા છે. વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, અગાઉ દિવસ દરમિયાન પેટ્રોલ પંપમાં 2 હજારની 10થી 15 નોટ આવતી હતી. ત્યાં આજ સવારથી મોટી સંખ્યામાં 2-2 હજારની નોટો આવી રહી છે. સવારથી બપોર સુધીમાં 25 નોટ આવી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *