Accident in Vadodara: રાજ્યમાં અકસ્માતની અવારનવાર અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે ફરી એક દર્દનાક અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. વડોદરા (Vadodara Accident) જિલ્લાના કરજણ (Karjan) તાલુકાના દેથાણ (Dethan) નજીક નેશનલ હાઇવે પર કારને અજાણ્યા વાહને ટક્કર મારતા CMના PROના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં જ્યારે બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
મહત્વનું છે કે, સામાન્ય રીતે કોઈપણ સામાન્ય વ્યક્તિનું અકસ્માતમાં મોત થાય તો રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવતો નથી. પરંતુ મુખ્યમંત્રીના પી.આર.ઓ ના પુત્રનું અકસ્માતમાં મોત થયુ હોવાથી રાત્રે જ પોસ્ટ મોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.
મારા કાર્યાલયમાં પી.આર.ઓ તરીકે ફરજ બજાવતા શ્રી ઉદય વૈષ્ણવના પુત્ર વશિષ્ઠનું અકાળે અવસાન થવા પર અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. મારી લાગણી ઉદયભાઈ અને તેમના પરિવાર સાથે છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ.— Bhupendra Patel (@Bhupendrapbjp) May 21, 2023
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પીઆરઓના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહનું અકસ્માત પછી રાત્રે જ કરજણ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મૃતદેહને રાત્રે અઢી વાગે પરિવારને સોંપવામાં આવ્યો હતો. રાત્રે જ પરિવાર મૃતદેહને લઈને ગાંધીનગર રવાના થઈ ગયો હતો. આ ઉપરાંત 2 ઇજાગ્રસ્તોને કરજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવારથી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા.
જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે 12 વાગ્યાની આજુબાજુ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PROના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવ સહિત 3 યુવાનો કાર લઇને ભરૂચથી ગાંધીનગર જઈ રહ્યા હતા. તેમની કાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ નજીક પહોંચી હતી, આ દરમિયાન તેઓેએ કાર હાઇવે પર ઉભી રાખી હતી. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે કાર અને 3 યુવાનોને જોરદાર ટક્કર મારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, CMના PROના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહને ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો. અકસ્માતમાં યુવાનનું મોત થતાં પરિવારજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.