8 વર્ષના પ્રેમસબંધનો ધ્રુજાવી દેતો અંત! પ્રેમિકાએ પ્રેમીને કારમાં ઊંધો પાડી સીટ બેલ્ટથી ઢીમ ઢાળી દીધું- આ એક ભૂલે ખોલ્યું ખતરનાક ષડ્યંત્ર

Girlfriend killed lover, Gujarat: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા છોટા ઉદેપુર (Chota Udaipur) જિલ્લામાંથી એક લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જણાવ મળી…

Girlfriend killed lover, Gujarat: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા છોટા ઉદેપુર (Chota Udaipur) જિલ્લામાંથી એક લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જણાવ મળી રહ્યું છે કે, યુવકની હત્યા કર્યા બાદ લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી છે. જયારે આ સમગ્ર ઘટના વિષે પોલીસને જાણ થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ ડુમાલી ગામના રહેવાસી નિલેશ ઈશાક તરીકે થઈ હતી.

મૃતક નિલેશ 

મળેલી માહિતી અનુસાર નિલેશ ઈશાક (ઉંમર વર્ષ 27)ના ભાઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી હતી કે, નિલેશનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જયારે પોલીસે પોલીસ સાથે વાત કરી ત્યારે તેમણે જાણવા મળ્યું હતું કે, નજીકના ગામના રહેવાસી શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની અને જયા રાઠવા તેને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

જયા રાઠવા

નિલેશ ઈશાકની પત્ની અને પરિવારના નિવેદનના આધારે પોલીસે અપ્પુ સોની અને જયા રાઠવાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. શરૂઆતમાં બંને અચકાતા રહ્યા પરંતુ જયારે પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં અવી ત્યારે બંને ભાંગી પડ્યા હતા અને હત્યાની કબૂલાત કરી હતી.

મૃતક નિલેશ અને આરોપી જયા રાઠવા

જયા રાઠવાએ પોલીસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તે નીલેશ સાથે 8 વર્ષથી રિલેશનશિપમાં હતી. પરંતુ નિલેશ લગ્ન કરવા માટે ત્યાર ન હતો.ત્યારે તેની મુલાકાત શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની સાથે થઈ અને બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. ત્યારબાદ નિલેશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બંનેએ બનાવ્યો.

મૃતક નિલેશ અને આરોપી જયા રાઠવા

પોલીસ સાથે વાતચીત દરમિયાન જયાએ જણાવ્યું કે, પ્લાનના ભાગરૂપે તેણે નિલેશને મળવા માટે બોલાવ્યો અને કારમાં બેસી તેની સાથે વાત કરવા લાગી હતી. ત્યારે મોકો જોઇને તેણે અને અપ્પુ સોનીએ સીટ બેલ્ટ વડે નિલેશનું ગળું દબાવી દીધું હતું.

આરોપી જયા અને શ્રેયસ સોની

ત્યારબાદ લાશને પાવીજેતપુર નજીક આવેલી રાયપુર કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ તે મુંબઈ ભાગી ગયો હતો. પરંતુ થોડા દિવસોમાં જ પોલીસે હત્યાનો પર્દાફાશ કરતાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *