બિહારના ભાગલપૂરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જગદીશ પૂર પોલીસ સ્ટેશનમાં એક મહિલાના પ્રેગનેન્ટ હોવાની ફરિયાદ દાખલ થતા બવાલ મચી ગયો છે. ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાની નણંદ આ ઘટનાને લઈ ડીઆઈજી પાસે પહોંચી ગઈ છે. જેથી સમગ્ર બિહારમાં આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ વિસ્ફોટની માફક વાયરલ થઈ રહી છે.
શું છે ઘટના ?
ગર્ભવતી મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. જેને એક દોઢ વર્ષની છોકરી પણ છે. મહિલાની નણંદના જણાવ્યા પ્રમાણે તેની ભાભી ત્રણ મહિનાથી પ્રેગનેન્ટ છે. જ્યારે તેના ભાઈ તો અહીં છે જ નહીં. એ સાત મહિનાથી કલકત્તામાં છે. તો તેની ભાભી પ્રેગનેન્ટ કેવી રીતે થઈ ? બસ આ કારણે જ પોલીસ પણ બાળક કોનું ? આ કેસને લઈ તજવીજ હાથ ધરી છે.
નણંદ ભડકી ગઈ હતી
આ વાતને લઈને નણંદ ભડકી ગઈ હતી. એ ડીઆઈજી વિકાસ વિભવની પાસે પહોંચી ગઈ હતી અને DNAની તપાસ કરાવવા માટે માંગ કરી હતી. પોલીસે પણ વાતની ગંભીરતાને ધ્યાનમાં લેતા તાત્કાલિક નણંદની વાત માની લીધી હતી. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે બાળકને ત્રણ મહિના પૂર્ણ થવામાં 12 દિવસ ઓછા છે.
જ્યારે પતિને ખબર પડી ત્યારે
નણંદ બાદ મોટી આફત એ આવી પડી કે મહિલાનો પતિ પણ બાદમાં ભડકી ગયો. પણ આ વિશે મહિલાએ ચૂપ્પી સાધી હતી. બાદમાં મહિલાએ જ્યારે વાત કરી તો પરિવારજનોના પગ તળેથી જમીન ખસકી ગઈ કારણ કે મહિલાએ કહ્યું કે, ઘરમાં રાખવી હોય ત રાખો નહીં તો ખોટા કેસમાં દોડતા કરી દઈશ…. પણ પરિવારના લોકો પર મહિલાની વાતની કોઈ અસર નથી થઈ અને તેને ઘરમાંથી નીકાળવાની વાત પર અડી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.