ઉત્તર પ્રદેશનાં પીલીભીતના હોસ્પિટલમાં જનમ લીધો પ્લાસ્ટિક જેવા બાળકે, ડૉક્ટરો પણ ચોંકી ગયા

પીલીભીત જીલ્લા હોસ્પિટલમાં મંગળવારે સવારે એક મહિલાએ કોલોડિયન બેબીને જન્મ આપ્યો હતો. જેને પ્લાસ્ટિક બેબી પણ કહે છે. બાળકની ત્વચા પ્લાસ્ટિકની જેવી છે તેની ત્વચા ફાટી રહી છે. એવી સ્થિતિને જોતા ચિકિત્સકોએ તેને તરત જ લખનઉં લઈ જવાની સલાહ આપી હતી.

જહાનાબાદ થાના ક્ષેત્રના ગૌનેરી વદી નિવાસી સૂરજપાલની પત્નીને પ્રસવ પીડા થતાં પરિવારનાં લોકો તેને જીલ્લા મહિલા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મંગળવારે સવારે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકની ત્વચા પ્લાસ્ટિક જેવી હતી. જે જોઈને ડૉક્ટરો ચોંકી ગયા હતા. તેની જાણકારી બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર તેજપાલ રાઠોરે મુખ્ય ચિકિત્સા અધીક્ષક ડોક્ટર (સીએમએસ)અનીતા ચોરસિયાને આપી હતી.સીએમએસે જણાવ્યુ હતુકે, બાળકની સ્થિતિ જોતા તેને લખનઉ હાયર સેંટર રેફર કરવામાં આવ્યુ હતુ.

લાખોમાંથી એક બાળકને થાય છે આ બિમારી

ડોક્ટર તેજપાલ રાઠોરે જણાવ્યુ કે, આ એક દુર્લભ બિમારી છે, જે લાખોમાંથી કોઈ એક બાળકને થાય છે. આ રોગ જેનેટિક ડિસઓર્ડર છે. આ બિમારીમાં બાળકની ત્વચા પ્લાસ્ટિકની જેવી હોય છે. આ બિમારીને લઈને ચિકિત્સા જગતમાં શોધ ચાલી રહી છે.

બચવાની બહુજ ઓછી હોય છે સંભાવના

ડૉક્ટરોએ જણાવ્યુકે, આ દુર્લભ બિમારીથી પીડિત બાળકોની બચવાની સંભાવના બહુજ ઓછી હોય છે. તેનું કારણ એ છેકે,આવાં બાળકોની ત્વચા દરેક જગ્યાએથી ફાટવા લાગે છે. જેથી તેમને ઈન્ફેક્શન થવાની સંભાવના ઘણી વધારે હોય છે. આથી તેમનું બચવું મુશ્કેલ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *