Jamnagar Roshni fall in Borewell: જામનગરમાં ગઈકાલથી રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલ રોશની (Jamnagar Roshni fall in borewell) નામની દીકરી બોરવેલમાં પડી ગયા બાદ હવે જિંદગી સામે જંગ હારી ગઈ છે. જામનગરમાં બોરવેલમાં પડેલી બાળકીને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ બાદ સેનાની ટીમ પણ મદદ માટે પહોંચી હતી. બોરવેલમાં પડી ગયેલી બાળકીને બચાવવા માટે ઓક્સિજન સહિત હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
આજે વહેલી સવારે 05:45 ની આસપાસ ત્રણ વર્ષની માસુમ બાળકી રોશનીનો મૃતદેહ બોરવેલ માંથી (Jamnagar Girl fall in Borewell) બહાર કાઢવામાં આવ્યો હતો. જેને લઈને બાળકના માતા પિતા અને પરિવારજનો રંગીની છવાઈ ગઈ હતી અને હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા.
જામનગર તાલુકા થી ૪૫ કિલોમીટર દૂર આવેલા તમાચણ ગામે ગોવિંદભાઈ પ્રજાપતિ ની વાડીમાં કામ કરતા એક આદિવાસી પરિવારની રોશની નામની બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં ખાતી હતી. જેની જાણ થતા જામનગર અને કાલાવડ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી (Jamnagar Borewell Rescue Operation) હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ પોલીસની ટીમ અને મામલતદાર ડીડીઓ સહિતના વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાળકીને બચાવવા માટે આર્મીની પણ મદદ લેવાઈ હતી પરંતુ કમનસીબે બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ હતી 20 કલાક જેટલી રેસ્ક્યુ ઓપરેશનની ઓપરેશનની કાર્યવાહી બાદ વહેલી સવારે બાળકીનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું.
જામનગરના તમાંચણ ગામની વાડી વિસ્તારમાં એક બાળકી બોરવેલમાં પડી જતાં વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મધ્યપ્રદેશમાં રહેતા એક મજૂર પરિવારની બાળકી ઊંડા બોરવેલમાં ફસાઈ જતાં બાળકી સાથે આ અકસ્માત થયો હતો. બોરવેલ ખૂબ ઊંડો છે. જ્યારે બાળકી 25 થી 30 ફૂટની વચ્ચે ફસાયેલી હોવાનું અનુમાન લગાવાયું હતું. બાળકીને બચાવવા માટે પહેલા જેસીબી દ્વરા ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ જેસીબીને ખોદવામાં મુશ્કેલી પડતા આર્મી બોલાવી હિટાચી મશીન મુકવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ સહિત તમામ એજન્સીઓની ટીમો સ્થળ પર હાજર રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.