તમે ખરીદી અર્થે અવારનવાર શોપિંગ મોલ કે બીજા કોઈ માર્કેટમાં જતા હશો. પરંતુ શું તમે જાણો છો કે, તમે ખરીદેલી વસ્તુને ઘરે લઈ જવા મળતી થેલી ના રૂપિયા (Shopping Mall charge for bag) કોને ચૂકવવા પડે છે? ખરેખરમાં કોઈ પણ શોપિંગ વાળાને થેલીના રૂપિયા લેવાનો કોઈ અધિકાર નથી, અને છતાં કોઈ દલીલ કરે… તો આ નિયમો જાણી લેજો. તમને જણાવી દઈએ કે, કોઈપણ શોપિંગ વાળા થેલીના રૂપિયા ચાર્જ (Shopping Mall charge for bag)કરતા હોય તો, તેમને હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે.
આણંદની એક ઘટના દ્વારા સમજીએ…
આણંદના ગેલેરીયા મોલમાં એક દુકાનદારે પોતાના ગ્રાહક પાસેથી વસ્તુ ઘરે લઈ જવા અપાતી થેલીના ચાર્જ પેટે પૈસા વસુલયા હતા. પરંતુ ગ્રાહકે આ દુકાનદારને કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું હતું. ફરીયાદી પરિવાર સાથે રેડીમેડ કાપડની ખરીદી અર્થે બ્રાંડ ફેક્ટરી નામના મોલમાં ગયા હતા. જ્યાં ફરીયાદીએ 11 હજાર રૂપિયાની ખરીદી કરી હતી. જયારે ફરીયાદી બિલીંગ કરાવવા ગયા ત્યારે કેશિયરે (10 રૂપિયા પેટે) બે થેલીનો એક્સ્ટ્રા ચાર્જ વસુલ્યો હતો.
ફરીયાદીએ કેશિયર સાથે થોડી દલીલ પણ કરી, કે મોલમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે ‘ગ્રાહકોએ ખરીદી કરેલ સમાન ઘરે લઇ જવા, પોતાની કેરીબેગ લઈને આવવું’. ઘણી દાદીલો બાદ ના છૂટકે ફરીયાદીએ પેપરની થેલીના એક્સ્ટ્રા રૂપિયા આપી દીધા. પરંતુ થયું એવું કે, ઘરે પહોચે તે પહેલા જ રસ્તામાં મોલવાળાએ આપેલી થેલી ફાટી ગઈ અને બધા જ કપડા વરસાદી પાણીમાં ખરાબ થઇ ગયા. હવે આ વાત પરથી અંદાજો લગાવી શકાય કે, કેટલી હલકી ગુણવત્તા વાળી થેલી આપી હશે.
એકબાજુ નાની દુકાનો જેમ કે શાકભાજી-ફ્રુટવાળા અને કરીયાણાની દુકાનવાળા ગ્રાહકો પાસેથી કોઈપણ વધારાનો ચાર્જ લીધા વગર થેલી આપતા હોય છે, પરંતુ મોટા-મોટા શોપ ધરાવતા દુકાનદારો વેપારીના નૈતિક નિયમોને નેવે મૂકી નફાખોરીને ધ્યાનમાં રાખી ગ્રાહકોને છેતરી રહ્યા છે. જેને પગલે ફરિયાદી સમીર કુમારે, બ્રાન્ડ ફેક્ટરીના કસ્ટમર કેરમાં પણ આ સમસ્યાના સમાધાન બાબતે જણાવ્યું હતું. ત્યારે જવાબ આવ્યો હતો કે, વેપારના સિદ્ધાંત મુજબ તેઓ નાણા પરત નહીં કરે. છતાં ફરિયાદી દ્વારા વારંવાર ટેલીફોનિક, ઈમેલ અને નોટિસ પણ મોકલવામાં આવી હતી. તેમ છતાં સામેથી કોઈ પ્રત્યુતર મળ્યો નહિ. છેવટે ફરીયાદીએ કંટાળીને ફરિયાદ નોંધાવી હતી.
શું કહે છે નિયમો…
થેલી પર કંપનીની લોગો હોય તો, ફ્રીમાં મળવી જોઈએ
નિયમ હેઠળ, કોઈ પણ દુકાનદર પોતાના ગ્રાહકો પાસેથી ચાર્જ લઈને થેલી આપે છે તો તે થેલી પર તે કંપનીનો લોગો ન હોવો જોઈએ. જો થેલી પર લોગો હોય તો, કંપનનીને આ થેલી ફ્રીમાં આપવી જોઈએ. આ નિયમ હેઠળ ફરીયાદી સમીર કુમારને મળેલી થેલીમાં કંપનીનો લોગો હતો. જેના કારણે ફરીયાદી પાસેથી લેવામાં આવેલા રૂપિયાના 12% વ્યાજ સાથે પરત કરવા, કોમ્પેન્સેશન તરીકે 15000 રૂપિયા અને 1500 રૂપિયા ખર્ચ પેટે મળવા પાત્ર છે.
આ સાથે જ મોલવાળા એ ફરીયાદી પાસેથી જે થેલીનો ચાર્જ વસુલ્યો હતો તે થેલી પર ‘બ્રાંડ ફેક્ટરી’ કંપનીનો લોગો હતો. અનૈતિક વેપારીક પ્રથાને ધ્યાનમાં રાખી નેશનલ કમીશનની કાર્યવાહી કરતા, બ્રાંડ ફેક્ટરી કંપનીએ બે મહિનામાં ફરિયાદીને 12% વ્યાજ સાથે થેલીના રૂપિયા પરત કરવા જણાવ્યું હતું. સાથે જ ફરીયાદીને માનસિક ત્રાસ આપવા બદલ 5000 અને ખર્ચ પેટે બીજા 2000 રૂપિયા આપવા જણાવ્યું. આ સાથે જ ગેર વ્યાજબી અને અનૈતિક વેપાર પદ્ધતિ અપનાવી ગંભીર પ્રકારની ભૂલના દંડ રૂપે 5000 રૂપિયા ગ્રાહક કલ્યાણ નિધિ, ગુજરાત સ્ટેટ કનઝ્યુમર વેલ્ફેર ફંડમાં આ દંડની રકમ જમા કરાવવા હુકમ આપવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.