સુરતના પરેશ પટેલે બદલી ઘડિયાળની સુરત- કચરામાંથી બનાવી એવી ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ કે… દુનિયાભરમાં થવા લાગી વાહવાહી

Eco-friendly watch from waste made in Surat: સેકંડો લોકો એવા છે જોએ એ સુરત (Surat) ને પોતાની કર્મભૂમિ બનાવીને કંઈક અનોખું કાર્ય કરી બતાવ્યું છે.…

Eco-friendly watch from waste made in Surat: સેકંડો લોકો એવા છે જોએ એ સુરત (Surat) ને પોતાની કર્મભૂમિ બનાવીને કંઈક અનોખું કાર્ય કરી બતાવ્યું છે. ત્યારે સુરતમાં વેસ્ટ માંથી એવી અનોખી ઘડિયાળો (Eco-friendly watch from waste) બનાવવામાં આવી રહી છે તેને જોતા જ દુનિયાભરમાં વાહવાહી થઈ રહી છે.

સુરતના આ કલાકારની કારીગરી જોઈને તમે પણ ચોંકી ઉઠશો. તમને જણાવી દઈએ કે, આ વ્યક્તિએ વધારાના લાકડાના 250 જેટલા પાર્ટ્સ માંથી એક એવી અનોખી ઘડિયાળ તૈયાર કરી છે, જેને જોતા જ હર કોઈ મોહી જાય. વેસ્ટ માંથી તૈયાર થયેલી અનોખી ઘડિયાળ લોકોને સમય તારીખ અને વર્ષ બતાવશે. સૌથી મહત્વની વાત કહે છે કે, આ એકદમ ઇકોફ્રેન્ડલી ઘડિયાળ છે.

વર્ષોથી સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશ પટેલ પહેલા પેઇન્ટિંગ નું કામ કરતા હતા. પરંતુ તેમની કળાની લોકોને કોઈ કદર નહોતી. જેથી પરેશ પટેલએ કંઈક અનોખું કરવાનું વિચાર્યું. પરેશ પટેલ ટેકનોલોજીની મદદથી એક એવું આર્ટ તૈયાર કર્યું તેને જોતાં જ હર કોઈ દરેક લોકો જોતા જ રહ્યા. પરેશ પટેલે પર્યાવરણનું ધ્યાનમાં રાખીને એક ઇકોફ્રેન્ડલી ઘડિયાળ તૈયાર કરી.

કેવી રીતે ઇકોફ્રેન્ડલી ઘડિયાળ?
તમે વિચારી રહ્યા હશો કે, આટલી સરસ ઘડિયાળ ઇકો ફ્રેન્ડલી કેવી રીતે હોઈ શકે? પરંતુ તમને જણાવી દઈએ કે આ ઘડિયાળ લાકડાના વેસ્ટ માંથી તૈયાર કરવામાં આવી છે. જે લાકડાની પ્લેટ ફેંકી દેવામાં આવી હતી તેને રિસાયકલ કરીને આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે.

ઘડિયાળ તૈયાર કરનાર પરેશ પટેલે જણાવતા કહ્યું કે, નવ ધોરણ સુધી ભણ્યો છું. ઘડિયાળનું થોડું જ્ઞાન છે, જે તારીખ મહિના અને વર્ષ બતાવે છે. આ પહેલા આર્ટિસ્ટ તરીકે હું પેઇન્ટિંગ નું કામ કરતો હતો. પરંતુ સમય જતા તેની ડિમાન્ડ ખૂબ જ ઓછી થવા લાગી. લોકો આર્ટિસ્ટની કદર કરતા ઓછા થઈ ગયા. જેથી મેં વિચાર્યું કે એવી વસ્તુ બનાવવું, જેનાથી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકુ અને વધુમાં વધુ લોકોને પસંદ આવે.

પરેશ પટેલ વધુમાં જણાવતા કહે છે કે, તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો. આ ઘડિયાળ કેવી રીતે ડિઝાઇન કરવી તે વિચાર કરવો પણ ઘણું મુશ્કેલ હતો. ઘણો લાંબુ વિચાર્યું કે, એવી જટિલ ડિઝાઈન બનાવવું કે જે લોકોએ આજ સુધીના જોઈ હોય. ઘડિયાળની આ ડિઝાઇન જોતા તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *