ગુજરાતમાં 200 કિમીની ઝડપે ફૂંકાશે પવન, બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી

Ambalal Patel forecast of cyclone biparjoy: ગુજરાત (Gujarat) રાજ્ય પર એક પછી એક વાવાઝોડા ત્રાટકી રહ્યા છે, ત્યારે હાલ બિપોરજોય વાવાઝોડા (Biparjoy cyclone) ને કારણે…

Ambalal Patel forecast of cyclone biparjoy: ગુજરાત (Gujarat) રાજ્ય પર એક પછી એક વાવાઝોડા ત્રાટકી રહ્યા છે, ત્યારે હાલ બિપોરજોય વાવાઝોડા (Biparjoy cyclone) ને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ મચશે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) મહત્વની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશન બની ગયું છે. આ ડીપ ડિપ્રેશનથી વાવાઝોડું સુપર સાઇકલોનમાં પરિવર્તિત થશે.

ગુજરાત માથે બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો જાણવા મળ્યું છે કે, આવનારી 7 થી 9 જૂન ગુજરાતનો દરિયા કિનારો તોફાની બનશે. સાથોસાથ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બિપોરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનથી સુપર સાઇક્લોનમાં પરિવર્તિત થતા વાવાઝોડું વધારે જોખમી બનશે.

હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે, ઓમાન તરફ જતા વાવાઝોડાની ગતિ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે. સાથોસાથ આ વાવાઝોડાની અસર પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળશે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના મુંબઈમાં પણ જોવા મળશે. આ સાથે 15 જૂન સુધીમાં દેશના કેટલાય ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ દેખાશે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડામાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની પણ થઈ શકે છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, અરબ સાગરમાં વિશાળ ચક્રવાત સર્જાશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, દરિયાથી 1000 માઈલ દૂર સુધી આ ચક્રવાતની અસર દેખાશે. વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે, આ ચક્રવાત પાકિસ્તાન અથવા ઓમાન તરફ જઈ શકે છે.

હવામાન વિભાગનું માનવું છે કે, બિપોરજોય વાવાઝોડું બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાને પગલે આવનારી 8 જૂનથી પવનની ગતિમાં વધારો થશે, અને આ વાવાઝોડાથી આવતીકાલથી ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં અસર દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *