માવઠાના હાહાકાર વચ્ચે ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સહાય- વરસાદને લીધે થયેલા નુકસાન…

ગુજરાત(Gujarat): હાલમાં તો રાજ્યમાં માવઠા(Mawtha)ની મોસમ ચાલી રહી છે. છુટા છવાયા વરસાદ(Rain)ને કારણે જગતનો તાત હેરાન પરેશાન થઇ ગયો છે, અને વરસાદને કારણે પાક પલળી જતા ભારે નુકસાન વેઠવાનો પણ વખત આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે ગુજરાત સરકાર(Gujarat Govt) દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય(Big decision) લેવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. આખરે ગુજરાત સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પ્રશ્નોત્તરી દરમિયાન જાહેરાત કરવામાં આવી છે કે, લાલ ડુંગળીના બજાર ભાવ પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. આ સાથે જ ટ્રાન્સપોર્ટ સબસીડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરના 103 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વખત આવ્યો છે. તૈયાર થયેલા ઉભા પાકમાં પાણી ભરાવવાને કારણે પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ છે. જીરૂ, ઘઉં, રાયડો, કપાસનાં પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે.

8મીએ રાજ્યમાં હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 8મી માર્ચના રોજ પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં છોટા ઉદેપુરમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે રાજ્યના સુરત, નવસારી, ભાવનગર અને અમરેલીમાં 30-40ની ગતિએ પવન ફૂંકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *