સુરતના યુવાનોએ મનાવી દિલની દિવાળી સૈન્ય સાથે: બધા લોકોએ અનુસરવા જેવું છે.

સુરતના યુવાનોએ મનાવી દિલની દિવાળી. ‘ચલો આ દીપાવલી પ્રદુષણ ન ફેલાવીને ખુશીઓ ફેલાવીએ’ જેવી ટેગ લાઇન આપીને સોશ્યલ મીડિયા પર હાંકલ કરાઈ અને જોતજોતામાં સોશ્યલ મીડિયાના માધ્યમ દ્રારા એકત્રિત થયેલ ફડ સાથે પોતાનું કોન્ટ્રીબ્યુશન ભેળવી યુવાનોએ મીઠાઈ,ફરસાણ,બિસ્કીટ્સ,નવા કપડાં અને ચપ્પલ જેવી ચીજવસ્તુઓનું મજૂર વર્ગના ગરીબ બાળકોને વિતરણ કરીને એમના ચહેરા પર સ્મિત રેલાવ્યું અને ખરા અર્થમાં દિલની દિવાળી મનાવી.

આ દિવાળી ઉજવણી કરવાની સાચી રીત હોય એવું લાગી રહ્યું છે.માનવતા ની મહેક પ્રસરાવી ને સાચી દિવાળી ઉજવવાની સાચી રીત આ છે.

ફેસબુક પર ‘યંગીસ્તાન’ નામથી યુવાઓ અને અનુભવીઓના અદભુત સમન્વયવાળું એક સિક્રેટ ગ્રુપ ચાલે છે. ગયા વર્ષે એક અનોખા કન્સેપ્ટ સાથે એક અનોખી પહેલ કરીને સફળતાપૂર્વક આયોજન પાર પાડનાર આ ગ્રુપનું આ વર્ષે બીજું આયોજન છે.

જેમાં આ વર્ષે સેમ કોન્સેપ્ટ પર અમદાવાદની પણ એક ટીમ બની અને ત્યાં પણ નાના ભૂલકાઓના ચહેરા પર સ્મિત રેલાવાયું અને એમની દિવાળી રોશન કરવામાં આવી.

આવતા વર્ષે આ જ કોન્સેપ્ટ પર બરોડા અને રાજકોટ જેવા શહેરોમાં પણ એક-એક ટીમ બને અને આ કોન્સેપ્ટ આગળ વધારાય એવી આશા આ યંગસ્ટર્સ સેવી રહ્યા છે. આવા કિસ્સાઓ જ્યારે સામે આવે છે ત્યારે એવું કહી શકાય કે યુવાનો સોશ્યલ મીડિયાનો ખરો ઉપયોગ કરી જાણે છે.

માનવતા હજુ મરી નથી પરવારી,માનવતાની મહેક પ્રસરાવતું એક જીવતું-જાગતું દ્રષ્ટાંત યંગીસ્તાન ગ્રુપે સોશ્યલ મીડિયાના માધ્યમથી પૂરું પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *