સુરત અગ્નિકાંડ બાદ આ બાળકોની હોસ્પીટલમાં લાગી આગ, જાણો વધુ

સુરતની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી છે. સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી…

સુરતની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી છે. સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી છે. હાલના સમયે જ્યાં દર્દીઓને હાલાકી ન પડે તેવા એક વિભાગ અથવા રૂમને સીલ કરવાની કાર્યવાહી પણ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા 62 હોસ્પિટલ, હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ:

સુરત અગ્નિકાંડ પહેલા અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઉપરના માળે આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી. આગના કારણે અફરાતફરી સર્જાઈ હતી. હોસ્પિટલમાં રહેલા 15 જેટલા બાળકોને તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી. એક બાળકની હાલત ગંભીર થતાં તેને સારવાર માટે 108માં ખસેડવાની ફરજ પડી હતી. આગની ઘટનામાં આખો શેડ પણ બળી ગયો હતો. હવે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કડક હાથે પગલાં લેવાના શરૂ કર્યા છે. તંત્રએ ગઈકાલે 62 હોસ્પિટલ, હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *