તો આ કારણે મહારાષ્ટ્રની ચૂંટણીમાં અક્ષય કુમારે મતદાન ન કર્યું ….

મહારાષ્ટ્ર વિધાનસભા માટે 21 ઓક્ટોબર એટલે કે સોમવારના દિવસે વોટિંગ થયું. મોટાભાગના મુંબઈવાસીઓએ વોટિંગમાં ભાગ લીધો હતો. કેટલાક ફિલ્મ સેલિબ્રિટીઝ પણ વોટ આપવા આવ્યા હતા. જેમાં એવા કેટલાક ફિલ્મ સ્ટાર્સ હતા જે વોટ આપવા નહોતા ગયા. સુપરસ્ટાર સલમાન ખાન જેવો વોટ આપવા ગયો કે બધાનું ધ્યાન તેની તરફ ગયું હતું.

સલમાન ખાને વોટ આપ્યો સાથે બધાને એ પણ અપીલ કરી હતી કે મતદાનનો ભાગ બનો. સલમાન ખાન ઉપરાંત શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, ઋષિ કપૂર, એશ્વર્યા રાય અને આમિર ખાન પણ મતદાન આપવા ગયા હતા. અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાના કારણે તે વોટ આપવા ગયા નહોતા, પરંતુ ટ્વિટર પર અક્ષય કુમારની બધા સવારથી રાહ જોઈ રહ્યા હતા અને તેને ટેગ કરી ટ્વિટ કરી રહ્યા હતા.

અક્ષય કુમાર પણ આ ચૂંટણીમાં મતદાન ન કરી શક્યો. તેની પાસે ભારતીય પાસપોર્ટ નહોતો અને તે કેનેડાનો નાગરિક છે.

એવામાં ભારતનું સંવિધાન તેને મત આપવાનો અધિકાર નથી આપતું. અક્ષય કુમારને તેના પછી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. ટ્વિટર પર મોટાભાગના લોકોએ અક્ષય કુમારને મતદાન કરવા કહ્યું. કેટલાક લોકોએ તેને ટ્વિટ કરીને કહ્યું કે, ભારતને પ્રેમ કરો છો તો મતદાન કરો. બીજા યુઝર્સે અક્ષય કુમારને વોટ આપ્યા પછી સેલ્ફી લેવા કહ્યું. આ કંઈ પહેલીવાર નથી થયું. આ પહેલા પણ લોકસભા ચૂંટણી વખતે અક્ષયને ટ્વિટ કરીને તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. અક્ષય કુમારને એક રિપોર્ટરે પૂછ્યું હતું ત્યારે પણ તે તેણે કોઈ ચોક્કસ જવાબ ન આપ્યો અને ત્યાંથી નીકળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *