સાબરમતી-કલોલ રેલ ખંડ ઉપર ટ્રેક ડબલિંગનું કામ ચાલુ હોવાથી આગામી તા. ૨૨ થી ૨૬ ઓક્ટોબર સુધી આ રૂટ પરથી પસાર થનારી ૭૦ થી વધુ ટ્રેનોના સંચાલનને અસર થશે. જેમાં કેટલીક ટ્રેનો રદ કરવા ઉપરાંત ટુંકાવવા, વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવશે. મોટાભાગની ટ્રેનો કલાકો સુધી મોડી પડશે. આ સમયગાળા દરમિયાન કુલ ૧૪ ટ્રેનો રદ રહેશે. તેમજ ૪ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે.
દિવાળીના તહેવાર ટાણે જ હાથ ધરાયેલું ટ્રેક ડબલિંગનું કામ મુસાફરો માટે મોટી સમસ્યા સર્જશે. એકસામટી ૧૪ ટ્રેનો રદ થતા આ ટ્રેનોના મુસાફરોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે દોડાદોડ કરવાની નોબત આવી પડી છે. ખાસ કરીને લોકલ ટ્રેનોના મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારે આવશે.
તા.૨૨ થી ૨૬ ઓક્ટોબર સુધીના ગાળામાં ગાંધીનગર-ભાવનગર-ગાંધીનગર, અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ, ગાંધીનગર-આણંદ-ગાંધીનગર, સાબરમતી-મહેસાણા-સાબરમતી, સાબરમતી-પાટણ-સાબરમતી, અજમેર-સાબરમતી-અજમેર વગેરે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.
જોધપુર-અમદાવાદ-જોધપુર, અમદાવાદ-જયપુર-અમદાવાદ ટ્રેનને અમદાવાદ-આબુરોડ વચ્ચે રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લાંબા અંતરની વિવિધ ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી છે. જેથી આ ટ્રેનો કલાકો મોડી પડશે. આમ આગામી તા.૨૬ ઓક્ટોબર સુધીના પાંચ દિવસ ટ્રેનના મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડશે.

26 ઓક્ટોબર સુધી 14 ટ્રેનો રદ રહેશે, 70 થી વધુ ટ્રેનો અસર પામશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.