3 lakh embroidery factories closed in Ahmedabad: અમદાવાદ જિલ્લા ઉદ્યોગ અને અમદાવાદ એમ્બ્રોઈડરી એસોસિએશન (Ahmedabad Embroidery Association) બંનેની મીટીંગ રવિવારે યોજાઇ હતી. જેમાં અેમરોડરી મશીન પર મળતી સરકારી યોજના ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. આ સહાય બંધ થવાને કારણે એમ્બ્રોઈડરી ઉદ્યોગની (Embroidery industry) ખાસ માર મળ્યો છે સરકારી સહાય (Government assistance) બંધ થવાથી ત્રણ લાખ કરતા વધારે કારખાના બંધ થયા હોવાનું પ્રમુખ દલસુખ પટેલે જણાવ્યું હતું.
અમદાવાદ શહેરમાં એમ્બ્રોઈડરી મશીનના દોઢ લાખ કરતા વધારે કારખાના હાલમાં ચાલી રહ્યા છે અગાઉ શહેરમાં 4.50 લાખ થી વધારે એમ્બ્રોઈડરી મશીન ચાલતો હતા. પરંતુ સરકારી સહાય બંધ થવાને કારણે આ સેક્ટરમાં વધારે પડતું નુકસાન થયું હતું. તેમાં 2015 પછી કેન્દ્ર સરકાર દ્વારા એમ્બ્રોઈડરી ના મશીન ઉપર મળતી સબસીડીયો બંધ કરી દેવામાં આવી હતી. વર્ષ 2015 પછી જે વેપારીએ નવા મશીન લીધા હતા તેમને સરકાર તરફથી કોઈપણ પ્રકારની સબસીડી મળી ન હતી.
આ અંગે પ્રમુખ દલસુખભાઈ પટેલ જણાવ્યું હતું કે, આ ગૃહ ઉદ્યોગ લાખો લોકોની રોજગારીને ટકાવી રાખવા સરકારે જમીન ફાળવી શેડ બાંધીને રાહત આપવી જોઈએ કેમકે આજે મોટાભાગના લોકો શેડ રાખી રહ્યા છે તેમજ મોટાભાગના મશીનો રહેણાંક વિસ્તારમાં ચાલે છે તેના કારણે અમુક વિસ્તારના રહેવાસીઓ સાથે બોલાચાલી અને મારામારી જેવા ઘર્ષણ થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.