ભૂપેન્દ્ર પટેલે ચાણસદમાં નારાયણ સરોવરનું કર્યું લોકાર્પણ- કહ્યું; ‘સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે’

વડોદરા(Vadodara): પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદ(Chansad)માં આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા નારાયણ સરોવર(Narayan Sarovar)નું લોકાર્પણ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના હસ્તે કરવામાં આવ્યું હતું.…

વડોદરા(Vadodara): પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદ(Chansad)માં આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા નારાયણ સરોવર(Narayan Sarovar)નું લોકાર્પણ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવતા કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ એટલે કે, સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું મહાન કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ(Pramukh Swami Maharaj)ના હસ્તે થયું છે.

મહત્વનું છે કે, વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ એવા વડોદરા જિલ્લાના ચાણસદ ગામમાં ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ તથા બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત સહયોગને કારણે નિર્માણ પામેલ નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર અને સાધુ-સંતના શિખર એવા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા ભૂપેન્દ્ર પટેલે ધન્યતા અને સદ્ભાગ્યની લાગણી અનુભવી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવતા કહ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના શૈશવકાળના સંસ્મરણો ધરાવી રહેલા આ તળાવનું રિડેવલેપમેન્ટ રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને BAPS સંસ્થાના સહકારથી કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વધુમાં BAPS સંસ્થાના સમાજસેવાના કાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા રાજ્ય સરકારની સાથે રહીને પ્રજાજનો માટે અનેકવિધ કાર્યો કરવા સાથે કોરોનાકાળમાં પણ લોકસેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.

જો વાત કરવામાં આવે તો પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ નારાયણ સરોવરને હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ગણાવી જણાવતા કહ્યું હતું કે, પવિત્ર ભૂમિ ચાણસદમાં આવેલા નારાયણ સરોવરના બ્યુટીફીકેશનથી લાખો પર્યટકોને આનો લાભ મળશે.

વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ પાઠવતા તેમણે ઉમેરતા કહ્યું હતું કે, સ્વામીજી દ્વારા વિશ્વશાંતિ માટે સેવાકાર્યોનો અનોખો ચીલો ચાલુ કરવામાં આવ્યો હતો. સંસ્કારયુક્ત શિક્ષણ પર ભાર આપીને સ્વામીજીએ કરોડો યુવાનોની કારકિર્દીને ઉજ્જવળ બનાવી હોવાનું મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું.

BAPS સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ જણાવતા કહ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં નિર્માણ થયેલ નારાયણ સરોવર એટલે કે શાંતિનું ગામ વિશ્વ શાંતિનું કેન્દ્ર બિંદુ બની રહેશે.

ચાણસદના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં બ્રહ્મવિહારી સ્વામીએ વધુમાં ઉમેર્યું કે પૂર્વાપરના પુણ્યથી ગુરૂહરિ પ્રમુખસ્વામી અહી પ્રગટ થયા હતા.ચાણસદ ગામે અવતારી અને દિવ્ય પુરુષ અને પવિત્ર સંત આપ્યા છે,જે આજે વિશ્વ માટે એક ભેટ છે. બ્રહ્મવિહારી સ્વામી દ્વારા નારાયણ સરોવરની વિકાસ ગાથાની માહિતી આપી રાજય સરકારના પ્રવાસન વિભાગના સહયોગ બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *