અમદાવાદમાં કેવી રહેશે બિપોરજોય વાવાઝોડાની અસર? જાણો જિલ્લા વહીવટીતંત્રએ શું કરી તૈયારીઓ?

Ahmedabad prepared for cyclone biparjoy: અત્યારે હાલ ગુજરાતમાં વાવાઝોડા (cyclone) ના વાદળો છવાઈ ગયા છે. હાલ ગુજરાત સરકાર બિપરજોય વાવાઝોડાની(cyclone biparjoy) પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સાવચેતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ(Ahmedabad) જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. (Pravina D.K.) ના માર્ગદર્શન હેઠળ વાવાઝોડામાં(cyclone biparjoy) સર્જનાર પરિસ્થિતિને સામે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

હાલ બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોઈપણ આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાય અને માર્ગદર્શન માટે વ્યવસ્થાપન સેન્ટર અંતર્ગત તાલુકાઓ સહિત કંટ્રોલરૂમના નંબર જાહેર કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગના પૂર્વ અનુમાન મુજબ વાવાઝોડાની સંભાવનાવાળા વિસ્તારો મૂલ્યાંકનની કામગીરી હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત વીજ પુરવઠો ખવાય અને પાણીના અછત જેવી ઉભી થનારી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા પૂર્વ તૈયારી કરવા માટે સૂચના આપવા સંબંધિત કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં વાવાઝોડા ના સમયગાળા દરમિયાન પ્રસુતિની સંભાવના ધરાવતી સગર્ભા માતાઓનું ટ્રેકિંગ કરવામાં આવશે અને તેઓને સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા સુરક્ષિત હોસ્પિટલમાં દાખલ કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં 51 કરતા વધારે સગર્ભા માતાઓની ડિલિવરી કરવામાં આવી છે અને 20 માતાઓ હોસ્પિટલમાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *