સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા કચ્છ બોર્ડર પર ફરજ બજાવતા બી એસ એફ ના જવાનો સાથે 500 બોક્સ મીઠાઈ સાથે જીવન જરૂરી ચીજ વસ્તુ નું દિવાળી નિમિતે ભેટ આપી યુવાનોએ ઉજવી દિવાળી.
વતન તેમજ કુટુંબ થી દુર રહી ને વરસાદ, ગરમી, ઠંડી જેવી ઋતુ ઓ મા કચ્છ રણ ની સરહદ પર તૈનાત બી એસ એફ ના ફરજ બજાવતા વિર સોલ્જર માટે સુરત થી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઘનશ્યામ બિરલા અને રોનક ઘેલાણી-સુદામા ને તેમની ટીમદ્વારા 500 ના મીઠાઈ ના બોક્સ તેમજ રૂમાલ, ચશ્મા, સાલ જેવી ઉપયોગી વસ્તુ ગિફ્ટ દ્વારા આપી દિવાળી ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આ યુવા ટીમ 19/10/2019 ને શનિવારે અહીંથી નીકળી હતી ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી કુમારભાઈ કાનાણી દ્વારા ફ્લેગ આપવામાં આવ્યું હતું.
રવિવારે ટીમ કચ્છ બોર્ડર પર પહોંચી ને જવાનો સાથે ભવ્ય ઉજવણી કરે હતી. જેમાં વીઘા કોટ , બોર્ડર માલા પોસ્ટ, તેમજ પાકિસ્તાન સાથે ની જીરો બોર્ડર પર તેનાંત સૈનિકો સાથે રૂબરૂ જઈ ને તેમને મિઠાઈ તેમજ જીવન જરૃરી ચીજ વસ્તુ સાથે ની કીટ ભેટ આપી ને આખો દિવસ આ બધી ચોકી એ વિતાવ્યો હતો અને એવો એહસાસ કરાવ્યો હતો કે આ દેશ નો હરેક નાગરિક આપની સાથે અડીખમ ઊભો છે .
ત્યારે તેમની એક ચોંકી ના સુબેદાર કમાંડર બી પી યાદવે વાતચીત કરતાં જણાવેલ કે આપના ગુજરાત ના નાગરિકો દ્વારા સેના ના જવાનો માટે જે કાર્ય થય રહ્યું છે તે અભિનંદન ને પાત્ર છે તેમજ આખા ભારત મા ગુજરાત ના લોકો નો તેમાં પણ સુરત ના લોકો નો સેના પ્રત્યે નો પ્રેમ કાબિલે તારીફ છે દિવાળી મા તેહવાર ની ઉજવણી આપના દ્વારા મિઠાઈ ને ગિફ્ટ આપી ને અમારી સાથે કરો છો ત્યારે એવું લાગે છે કે અમારા પરિવાર ની તમારા જેવા રાષ્ટ્ર પ્રેમી દ્વારા પૂરતી થાય છે.
કુટુંબી સગા વહાલા તો બહુ જ દૂર બેઠા છે પણ આપના જેવા દેશપ્રેમી ની સાથે આવા પ્રસંગો ની ઉજવણી અમને નજદીક હોવાનો એહસાસ કરાવે છે.
આ પ્રસગે ભુજ સર્કિટ હાઉસના રોકાણ દરમ્યાન કોઈ સરકારી કામકાજ અર્થે કેન્દ્રીય મંત્રી રૂપાલાજી પધાર્યા હતા તો તેની સાથે કચ્છ એમ પી વિનોદ ચાવડા તેમજ પૂર્વ મંત્રી તારાચંદ છેડા પણ સાથે હતા તેમને આવા કાર્યક્રમ બદલ અમારી સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા ભુજ ગિફ્ટ વિતરણ ના અમારા આ કાર્યક્રમ મા પ્રમુખ ઘનશ્યામ બિરલા ની સાથે રોનક ઘેલાણી, હિતેશ સાવલિયા, અજય પટેલ , જાગૃત પટેલ, તેમજ દુર્લભ પટેલ અને ભુજ થી અન્ય યુવાનો જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.