અશોક ગેહલોતે ગુજરાતમાં આવી કહ્યું, ‘હા, ગુજરાતમાં ઘરે ઘરે પીવાય છે દારૂ’, રુપાણી થયા લાલઘુમ

વિશ્વભરમાં ગાંધીજીને કારણે ગુજરાતે નામના મેળવી છે. ખાસ કરીને દેશમાં ગાંધીજી જ્યાં અભ્યાસ કરી જીવનના મૂલ્યો અને દૂષણથી દૂર રહેવાની લોકોને પ્રેરણા આપી હતી એવા…

વિશ્વભરમાં ગાંધીજીને કારણે ગુજરાતે નામના મેળવી છે. ખાસ કરીને દેશમાં ગાંધીજી જ્યાં અભ્યાસ કરી જીવનના મૂલ્યો અને દૂષણથી દૂર રહેવાની લોકોને પ્રેરણા આપી હતી એવા રાજકોટમાં પણ હવે દારૂનું દુષણ પ્રવેશી ગયું છે. એટલું જ નહીં પરંતુ આ દારૂ બીજે ક્યાંયથી નહિ પરંતુ ખુદ ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળા માંથી મળી આવ્યો છે. આજીવન લોકોને નશા અને હિંસાથી દૂર રહેવાની પ્રેરણા આપનારા મહાત્મા ગાંધી એ સ્થાપેલી એતિહાસિક રાષ્ટ્રીય શાળાના કેમ્પસમાં આવેલા કવાટર્સમાંથી રૂપિયા 5.18 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો અને બુટલેગર ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આજે ગુજરાતમાં કોંગ્રેસ જનવેદના આંદોલન ચલાવવા જઈ રહી છે. જે માટે ખાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં પધાર્યા છે. અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સરકારની નિષ્ફળતાઓ વિશે જણાવ્યું હતું. તેમણે મોંઘવારી, બેકારી અને ખેડૂતોના મુદ્દા ઉઠાવી ગુજરાતની સરકારને ઘેરી હતી. તેમણે દોઢ વર્ષમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે શું કર્યું આ સિવાય લોકતંત્ર પર ચિંતા વ્યક્ત કરી હતી. અશોક ગેહલોતને જ્યારે પૂછવામાં આવ્યું કે, ગુજરાતના રાજકોટમાં ગાંધીજીએ જેની સ્થાપના કરી તે રાષ્ટ્રીય શાળામાંથી દારૂ મળ્યો છે. જેના જવાબમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતની પેઢી ખરાબ થઈ રહી છે. ગુજરાતમાં દારૂનું ચલણ છે. ગુજરાતમાં દારૂ બંધી સદંતર નિષ્ફળ રહી છે.

રાષ્ટ્રીય શાળામાંથી મળ્યો દારૂ:

રાજકોટમાં ગાંધીજીએ જેની સ્થાપના કરેલી રાષ્ટ્રીય શાળામાં દારૂ મળતા ચકચાર મચી છે. આ રાષ્ટ્રીય શાળામાં ગાધીજીએ ઉપવાસ કર્યા હતા ત્યાંથી જ દારૂ મળતા ગાંધીવાદીઓ દુઃખી થયા છે. પોલીસ કમિશ્નરને મળેલી બાતમી બાદ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી. અને રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી દારૂ મળ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ રાષ્ટ્રીય શાળામાં સ્કૂલો અને કોલેજ પણ આવેલી છે. ત્યારે રાષ્ટ્રીય શાળામાં મળેલા દારૂ બાદ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું ફરીવાર સાબિત થયુ છે.

અશોક ગેહલોતે ગુજરાતમાં આવી કહ્યું, ‘હા, ગુજરાતમાં ઘરે ઘરે પીવાય છે દારૂ’

આ પહેલા પણ ગુજરાતમાં દારૂબંધી નિષ્ફળ ગઈ હોવાનું અશોક ગેહલોત કહી ચૂક્યા છે. જેમના નિવેદન પર બાદમાં ભાજપ સરકાર એક્શનમાં આવી ગઈ હતી અને અશોક ગેહલોતના નિવેદનને ફંગોળી દીધું હતું. આમ છતાં પોતાના સ્ટેટમેન્ટ પર અડગ રહેલા અશોક ગેહલોતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ગુજરાતમાં જો દારૂ ન પીવાતો હોય તો હું સત્તા છોડવા માટે તૈયાર છું. તેમના નિવેદન બાદ ગુજરાતમાંથી ઠેર ઠેર દારૂના હાટડા મળી આવ્યા હતા. જેમાં ખૂદ જનતાએ રેડ પાડી પોલીસને પણ ખુલ્લી કરી દીધી હતી.

અશોક ગેહલોતના એક નિવેદનથી થયું ઉંધુચત્તુ:

ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોતો થોડા સમય પહેલા ગુજરાતમાં દારૂ મુદ્દે નિવેદન આપ્યું હતું. જે પછી ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ વચ્ચે નિવેદનબાજી જામી હતી. જેમાં ગુજરાતમાંથી ઠેર ઠેર દારૂ નીકળતા ગુજરાત કોંગ્રેસ ઉત્સાહમાં આવી ગઈ હતી. છેલ્લા કેટલાય સમયથી નિરૂત્સાહી ગુજરાત કોંગ્રેસ ભાજપને ઘેરવામાં વામણી પુરવાર થતી હતી પણ અશોક ગેહલોતના એક નિવેદનથી ગુજરાતના રાજકીય દરિયામાં ઉથલપાથલ સર્જાતા હવે ગુજરાત કોંગ્રેસ તેમના શરણે ગઈ છે.

પાડોશી અશોક ગેહલતોમાં છે આટલી તાકાત:

ઉપરથી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ નથી મળતો ના નિવેદન પર કમરકસીને કહી દીધું હતું કે, જો ગુજરાતમાં દારૂ ન મળતો હોય તો હું રાજીનામું આપી દઉં. પરિણામે ગુજરાત ભાજપનું જોર નબળું પડ્યું હતું. પાડોશી રાજ્યના મુખ્યમંત્રીએ જે રીતે ભાજપને ઘેર્યું તે જોતા ગુજરાત કોંગ્રેસ હવે અશોક ગેહલોતને ઘરમાં બોલાવે તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *