આ ખાસ પ્રસંગે પીએમ મોદી આવશે ગુજરાત, ભવ્ય ઉજવણીનું છે આયોજન.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના એક વર્ષ પૂર્ણ થયે 31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ભારતના મિત્ર દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ખાસ એકતા પરેડ યોજાશે આ ઉપરાંત અનેક કાર્યક્રમો પણ યોજાશે.પીએમ મોદી સહિત VVIP મહેમાનો માટે ટેન્ટ સીટી ખાતે ખાસ બુલેટ પ્રુફ ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ ગત 31મી ઓક્ટોબર 2018ના રોજ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કર્યું હતું.એ બાદ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે આવ્યા હતા. જેના થકી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કરોડો રૂપિયાની આવક થઈ હતી.આગામી 31 ઓક્ટોબર 2019 ના રોજ ‘સ્ટેટ્યૂ ઓફ યુનિટી’ના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે એ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એકતા પરેડ પણ યોજવામાં આવશે એના સર્વે માટે બુધવારે દિલ્હી યુનિયન ઓફ સેક્રેટરીની ટિમ કેવડિયા ખાતે આવી પહોંચી હતી. જેમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા ગૃહ વિભાગના અલગ અલગ અધિકારીઓ,એન.એસ.જી,આઈ.બી,સી.આર.પી.એફ,બી.એસ.એફ ના DG હાજર રહ્યા હતા.

એ તમામ અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,વ્યુ પોઇન્ટ નંબર 1,ટેન્ટસિટી 1 અને 2,સર્કિટ હાઉસ,હેલિપેડ ગ્રાઉન્ડ નિરીક્ષણ કર્યું.આ ટિમ 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રીની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટને પગલે સમીક્ષા કરી હતી.આ પ્રસંગે નર્મદા જિલ્લાના DSP હીમકર સિંહ,DYSP અચલ ત્યાગી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.31 ઓક્ટોબરના રોજ NSG ની ટિમ અલગ અલગ કરતબો પણ બતાવી શકે છે.તેમજ ગુજરાત પોલિસ દ્વારા કલર પરેડ પણ યોજવામાં આવે તેની તૈયારીઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *