Banaskantha heavy rains: બિપોરજોય વાવાઝોડાની અસર હવે ઉત્તર ગુજરાતમાં પણ વર્તાઇ રહી છે. ગઇકાલથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં(Banaskantha heavy rains) સતત વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવાની સાથે જનજીવન ખોરવાય ગયું છે. સુઈગામ, વાવ, ભાભર, થરાદ સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું તો અંબાજીમાં વાવાઝોડાને લઈને કાચુ મકાન પણ ધરાશાઈ થયું છે.
સરહદી વિસ્તારોમાં ભારે પવન
બિપોરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તે પહેલા જ તાંડવ શરૂ થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીઓ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે થી ભારે પવન અને વરસાદથી જનજીવન પર અસર દેખાઈ રહી છે. સુઈગામ, વાવ, ભાભર, થરાદ ધાનેરા, લાખણી, દિયોદર સહિતના વિસ્તારોમાં ભારે પવનથી ખુબ જ નુકસાન થયું છે. આ સાથે અનેક મકાનોના પતરા ઉડ્યાં તો આ તરફ ધરાશાઈ થયેલા વૃક્ષોની કટિંગની કામગીરી પણ ફાયરબ્રિગેડ હાથ ધરી છે.
અંબાજીમાં કાચુ મકાન ધરાશાઈ
યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા ગયા છે. આ તરફ વાવાઝોડા અને ભારે પવનને કારણે અંબાજીમાં કાચુ મકાન પણ ધરાશાઈ થયું છે. મળતી માહિતી અનુસાર,મકાન ધરાશાઈ થતા ધરવખરીનો સામાન પાણીમાં ધોવાયો છે. જોકે ઘરમાં રહેતા 3 વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈજવામાં આવ્યા છે.
લાખણી નજીક શેડના પતરા ઉડ્યા
બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેને લઈ હવે ડીસા-થરાદ હાઈવે પર લાખણી નજીક શેડના પતરા હવામાં ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક જ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાઇ થયા છે. રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
થરાદમાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારે વરસાદ થયો છે. અહીં ભારે પવન સાથે મુશળધાર વરસાદથી અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. થરાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદને કારણે નુકસાન થયું છે. અનેક નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ લાખણી માર્કેટમાં ઘૂંટણિયે પાણી ભરાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. જેના કારણે તાત્કાલીક ગટરની વ્યવસ્થા કરવા દુકાનદારોએ માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.