Edible oil price hike: રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક ખુબજ મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવખત સિંગતેલના ભાવ(Edible oil price hike)માં વધારો થયો છે. સીગતેલના ભાવમાં ફરી વધારો થતાં તમામ ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. તેલના ભાવોમાં વધારો થતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ફરી એક વાર સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે, જે બાદ હવે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2890 થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક જ મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 150થી વધુનો ભાવ વધારો થયો છે. તો આજે ફરી સિંગતેલના ભાવ વધતા ડબ્બાની કિંમત રૂ.2890એ પહોંચી ગઈ છે.
મળેલી માહિતી અનુસાર કપાસિયા તેલના ભાવમાં પણ 1730 રૂપિયા થયા છે. ત્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1465 થયો છે. શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે જ તેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. તેલના વધતા જતા ભાવના કારણે ગરીબ અને મધ્મય વર્ગના લોકોને હવે ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલની કોઈ આયાત નથી. SEA અનુસાર, કેરળમાં ચોમાસાની શરૂઆત થવામાં એક સપ્તાહના વિલંબને કારણે વાવણીમાં વિલંબ થયો છે. મહેતાએ કહ્યું, “હવામાન વિભાગે ચોમાસું લગભગ સામાન્ય રહેવાની આગાહી કરી છે. જો કે, અલ નીનોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો નથી અને તે સામાન્ય ચોમાસાની સંભાવનાઓને આંચકો તરફ દોરી શકે છે.
જે ખરીફ પાક અને આગામી તેલ વર્ષ 2023-24 માટે વનસ્પતિ તેલની સ્થાનિક ઉપલબ્ધતાને અસર કરશે. ભારત ખાદ્ય તેલોમાં તેની માંગ-પુરવઠાના તફાવતને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે. ભારત તેની ખાદ્યતેલની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube