સુરતમાં વધુ એક વ્યક્તિનું ડેન્ગ્યુને કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. હવે ડેન્ગ્યુ નો ભોગ14 વર્ષય બાળક બન્યો છે. છેલ્લા કેટલાક દિવસ થી સારવાર લઈ રહેલા બાળક નું આજ રોજ ખાનગી હોસલીટલ માં મોત નીપજ્યું અને સુરત ડેન્ગ્યુ ના કારણે દિવસે ને દિવસે મોત નો આંકડો વધી રહ્યો છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળા ને કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે તો સાથે જ ખાસ કરી ને મચ્છર જનીય અને પાણી જન્ય રોગ લોકો ને મોત ને ઘાટ ઉતારી રહ્યો છે. ત્યારે બે દિવસ આગવ જ નવી સિવિલ હોસ્પિટલમાં પાંડેસરા ની મહિલા નું ડેંગ્યુ ના કારણે મોત નિપજ્યુ હતું ત્યારે આજ રોજ વધુ એક બાળક નો ડેન્ગ્યુ એ ભોગ લીધો છે.
ત્યારે લીંબાયતના કોર્પોરેટર અશલમ સાયકલવાળા એ હોસ્પિટલ અને મહાનગરપાલિકા પરંતુ ગંભીર આરોપો મુક્યા હતા. કોર્પોરેટર અશલમ સાયકલવાળા ના મતે સુરત માં રોગચાળા ને ડામવા સૂરત મહાનગરપાલિકા નું તંત્ર નિષ્ફળ નિવડયું છે અને તેની નિષ્ફતા છુપાવવા માટે મહાનગરપાલિકા રોગ ચાળા અને તેના ભોગ બનેલા લોકો ના આંકડા છુપાવી રહી છે અને ખાસ કરી ને સુરત ની ખાનગી હોસ્પિટલમાં જે ડેંગ્યુ અને પાણી જન્ય રોગો ના આંકડા આપવાના હોઈ છે તે પણ તેઓ નહીં આપી નિષ્ફળ નિવડેલું તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યું છે.
આજ રોજ સુરત ની એપલ હોસ્પિટલ એ પણ છેલ્લા 5 દિવસ થી સારવાર લઈ રહેલા બાળક ની માહિતી છુપાવી ગંભીર બે દરકારી સર્જી છે. તો આ બાબતે કોંગ્રેસ કોર્પોરેટર એ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી ની માગ કરી છે.
આ બાબતે સત્તાધીશ આરોગ્ય અધિકારી એ પણ માત્ર તંત્ર નો લુલો બચાવ કરી માત્ર સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપી દોષી સામે કાર્યવાહી કરવા બાંહેધરી આપી પોતાની નિષ્ફળતા છુપાવવા ની કોશિશ કરી રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. હાલ તો સુરત માં પાણી જન્ય રોગચારા એ વધુ એક નો ભોગ લઈ લીધો છે.