Three Wheeler Loan Scheme 2023: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના ઉમેદવારો સ્વ-રોજગારી મેળવી શકે તે માટે ઓછા વ્યાજદરથી ધિરાણ આપવામાં આવે છે. જેમાં થ્રી વ્હીલર યોજના(Three Wheeler Loan Scheme 2023) હેઠળ વાહન ખરીદવા માટે તથા સ્વરોજગારલક્ષી યોજના બન્ને યોજનામાં લાભ લેવા માટે રૂા.૬ લાખની આવક મર્યાદા રહેશે.
થ્રી વ્હીલર યોજના હેઠળ ધિરાણની મહત્તમ યુનિટ કોસ્ટ ત્રણ લાખ અને ૩% વ્યાજે આપવામાં આવશે. જયારે સ્વરોજગારલક્ષી યોજના ધિરાણની મહત્તમ યુનિટ કોસ્ટ ૨ લાખ છે. મહિલાઓ માટે ૧% અને પુરુષો ૨% વ્યાજે આપવામાં આવશે.
યોજનામાં લાભ લેવા માટે ઉમેદવારોએ તા.૦૫-૦૭-૨૦૨૩ થી તારીખ 31-07-2023 સુધી નિગમનીવેબસાઈટ www.sje.gujarat.gov.in/gscdc અથવા https://gscdconline.gujarat.gov.in ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતા પહેલા આ યોજનાની વિગત અવશ્ય વાંચી લેવાની રહેશે. અરજદાર સંબંધીત ગ્રામ પંચાયત ખાતે ઇ-ગ્રામ-વિશ્વગ્રામ યોજના હેઠળ રાખવામાં આવેલ કોમ્પ્યુટર સેન્ટર ખાતે પણ ઓનલાઇન અરજી કરી શકશે.
જાણો શું છે સ્કુટર સબસીડી યોજનાના નિયમો?
FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે તેવું જણાવ્યું છે.
એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં.મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube