થોડા સમય અગાઉ એક રામ કથા કલાકારએ ભગવાન સ્વામિનારાયણના નીલકંઠવર્ણી રૂપ ના અભિષેક બાબતના વિવાદીત નિવેદનને લઈને સસ્તી પ્રસિદ્ધિ મેળવી હતી ત્યારે ગુજરાત ના અનેક કલાકારો કે જેઓની રોજીરોટી પાછળ રામકથા કલાકાર નો હાથ હતો તેવા કલાકારોએ એવોર્ડ વાપસી નું તરકટ રચ્યું હતું સાથે સાથે અમુક ફેસબુકના લેખકોએ પણ વહેતી ગંગામાં હાથ ધોવાનું બાકી રાખ્યું ન હતું. ત્યારે કાજલ ઓઝા નામની એક લેખિકાએ પોતાના અને પોતાના પુત્ર પર થયેલી હકીકતોની જાહેરાતને લઈને પોતાની બદનક્ષી ગણીને ગુજરાતની કોર્ટમાં અશ્વિન સાંકદાસરિયા વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દૂ ધર્મના સમર્થનમાં અશ્વિન સાંકદાસરિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટથી પોસ્ટ કરી હતી.
પરંતુ કહેવાતા પશ્ચિમી સંસ્કૃતિને ભારતના યુવાનોમાં નાખવામાં માહેર લેખિકાને અને તેના પુત્રને પોતાની આ ભૂલ ભારે પડી રહી હોય તેવો હાલમાં લાગી રહ્યું છે. કાજલ ઓઝા વૈદ્ય અને એમના દીકરા તથાગત વૈદ્ય ને વાંધાજનક અને બીભત્સ લખાણ લખવા બદલ દિલ્હી સિવિલ કોર્ટ ની નોટિસ આપવાામાં આવી છે. જાણીતા સામાજિક આગેવાન અને PASS ના રાષ્ટ્રીય સંયોજક અશ્વિન સાંકડાસરિયા એ દિલ્હી સિવિલ કોર્ટમાં લેખિકા કાજલબેન અને એમના દીકરા તથાગત વૈદ્ય સામે કેસ દાખલ કર્યો છે.
જાણવા મળેલી વિગતો મુજબ થોડા દિવસ પહેલા કાજલબેને દિવ્યભાસ્કર ની પૂર્તિ માં એમના લેખમાં રાજાઓ માટે અપશબ્દો લખ્યા હતા જેમાં લખ્યું હતું કે “ કેટલાય હિંદુ રાજાઓએ પોતાની નપુંસકતા કારણે નીચું માથું રાખીને પોતાની દીકરીઓ ઇસ્લામના સુબાઓને, બાદશાહોને પરણાવવી પડી.”
વળી કાજલબેને એમના ફેસબુક પેજ પર વિવાદાસ્પદ લેખ માં લખ્યું હતું કે “જો શરીર ને ગમતું હોય તો સંભોગ ની કોઈ એક્સપાયરી ડેટ ના હોય કે કોઈ આઉટર લિમિટ પણ નથી બાંધી ઈશ્વરે’. ઉપરોક્ત બિભસ્ત લેખ ની વાચકો દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી હતી.
પૂજ્ય સદ્ ગુરુ યોગી એ અનેકવિધ સામાજિક-આધ્યાત્મિક સેવા પ્રવૃતિઓ કરીને દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે પણ તથાગત વૈદ્ય એ એમની ફેસબુક પોસ્ટ માં પૂજ્ય સદ્યગુરુ ને સ્ટુપિડ -મૂર્ખ કહ્યા હતા જેથી અરજદાર ની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
તથાગત ને આટલી વાત થી સંતોષ થયો ના હોય એમ હિન્દૂ દેવતાઓનો એક વિકૃત ફોટો ફેસબુક પર પોસ્ટ કરેલો છે. જેમાં કૃષ્ણ ભગવાન દારૂ પીવે છે. ગૌતમ બુદ્ધ સિગારેટ ના કશ ખેંચી રહ્યા છે અને ભગવાન ગણેશજી જુગારના ટેબલ પર બેઠેલા છે.
અરજદાર શ્રી અશ્વિનભાઈએ આ કેસમાં કાજલબેન અને એમના દીકરા તથાગત વૈદ્ય દ્વારા લખવામાં આવેલા વાંધાજનક ફેસબુક પોસ્ટ અને ન્યૂઝપેપર માં લખાયેલ કોલમ નામદાર કોર્ટ ના રેકોર્ડ પર રજુ કર્યા છે.
જેમાં સજ્જડ પ્રથમદર્શી પુરાવા પુરાવાઓને ધ્યાન માં રાખીને નામદાર કોર્ટે કાજલબેન અને તથાગત વૈદ્ય ને દિલ્હીની તિસ હઝારી કોર્ટમાં 28 ફેબ્રુઆરીના રોજ હાજર રહેવા માટે નોટિસ ઇસ્યુ કરી છે.