તમે જાણતા હશો કે ભારતમાં પ્રાચીન સમયથી જ કેટલીય માન્યતાઓ માનવામાં આવે છે. હવે ઘણા લોકોને થતું હશે કે આવી માન્યતાઓ સાચી થોડી હોય. પરંતુ તેમ છતાં લોકો શ્રધ્ધાથી આ બધી માન્યતાઓને માનતા હોય છે.
પ્રાચીનકાળથી જ હિંદુ સમાજમાં કેટલીક એવી માન્યતાઓ છે, જે આપણને શુભ-અશુભ વસ્તુઓ અને ઘટનાઓ મામલે ઘણા સંકેત આપે છે. આ બધી જ બાબતોનું વિસ્તારથી વર્ણન શુકન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. રસ્તામાં જતી વખતે બિલાડી આડી આવે, દૂધ ઢોળવું,અચાનક છીંક આવવી જેવી ઘણી માન્યતાઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શર્ટનું બટન પણ આગામી ઘટનાઓના સંકેત આપે છે. આ વાત તમે કઈ જ નહિ સાંભળી હોય. આવા જ કેટલાક શુભ-અશુભ સંકેતો વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કપડાં પહેરતી વખતે ખોટી જગ્યાએ કે ખોટી રીતે બટન લાગી જાય એ એક અપશુકનનો ઇશારો છે. તેનો સીધો અર્થ એ થાય છે કે, તમારાં કામ ઊંધાં પડી શકે છે. આ અપશુકનના દુષ્પ્રભાવથી બચવા માટે કપડાં કાઢી, પહેલાં બટનને યોગ્ય જગ્યાએ લગાવવું જોઇએ પછી જ પહેરવાં જોઇએ.
તમે રસ્તા પર જઈ રહ્યા હોય અને કોઇ બટન રસ્તામાં પડેલું મળે તો, એ તમને કોઇ નવા મિત્રને મળવાનો સંકેત આપે છે. કોઇ વ્યક્તિનાં કપડાં પર રૂનો ટુકડો ચોંટેલો દેખાય તો તે એક શુભ સંકેત છે. આ કોઇ શુભ સમાચાર મળવાનો સંકેત છે. તમને કોઇ તમારી પ્રિય વ્યક્તિ પણ મળવા આવી શકે છે. જો આ રૂ કોઇ એક અક્ષરના રૂપમાં અને એ વ્યક્તિના નામના પ્રથમ અક્ષરના રૂપમાં દેખાય રો, તે વ્યક્તિને કોઇ સારા સમાચાર મળવાના સંકેત આપે છે.
ઘરની અને તિજોરીની ચાવીઓના જુડાનું દરેક ગૃહિણી માટે બહુ મહત્વ છે. તે સ્ત્રીની સંપૂર્ણતાનું પ્રતીક છે. જો કોઇ ગૃહિણી પાસે ચાવીઓનો જુડો હોય તો, તેને નિયમિત સાફ કરવા છતાં તેના પર કાટ લાગે તો આ એક સારુ શુકન છે. તેનો અર્થ એ છે કે, ઘરનો કોઇ સંબંધી તમને ધન આપી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.