Tathya Patel Pragnesh Patel detained 6 people: અમદાવાદના SG હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજમાં જેગુઆર કારે અકસ્માત સર્જતા 9 લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં અકસ્માત સર્જનાર તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અકસ્માત કેસમાં કારમાં સવાર 3 યુવતીઓની પણ પોલીસે આજે ધરપકડ કરી છે. અન્ય ત્રણ લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોચ્યા છે.અકસ્માત કરનાર આરોપીઓમાં તથ્ય પટેલ, આર્યન પંચાલ, શ્યાન સાદર, શ્રેયા, ધ્વનિ પંચાલ, માલવિકાની આજે ધરપકડ કરી છે.
અમદાવાદમાં અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયકર અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 15થી 20 લોકો ગભીર રીતે ઘાયલ થયા છે. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી. જ્યાં થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે ઘણા લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ ઝડપે આવતી જેગુઆર કારે ત્યાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલેમાં લઈ આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયું હતું.
આરોપી તથ્ય પટેલના પિતાનું નિવેદન
અકસ્માત કરનાર તથ્ય પટેલના પિતાનું નિવેદન સામે આવ્યુ છે, જેમાં તેમણે કહ્યું કે જેગુઆર કારમાં અન્ય 5 લોકો હતા. તેમજ મારો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો. જેને મે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તથ્યના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, તથ્ય તેના મિત્રો સાથે રાત્રે 11 વાગ્યે કેફેમાં ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube