અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર છેલ્લા 12 કલાકમાં ત્રીજો અકસ્માત- એકસાથે 4 કારો વચ્ચે ટક્કર થતાં સર્જાયો ટ્રાફિક જામ

Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદ શહેરનો ઇસ્કોન બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ઇસ્કોન બ્રિજ પર 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.(Ahmedabad ISKCON Bridge Accident) 4 કાર એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રિજ પર કારની લાંબી લાઈનો લાગી છે.

ઇસ્કોન બ્રિજ પર ફરી સર્જાયો અકસ્માત
આ અંગેની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇસ્કોન બ્રિજ પર 12 કલાકમાં અકસ્માતની ત્રીજી ઘટના બનતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.

થાર અને ડમ્પર વચ્ચે સર્જાયો હતો અકસ્માત
તમને જણાવી દઈએ કે, ગઈકાલે મોડી રાતે ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાસ્તવમાં મોડીરાતે ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

જગુઆર કારે અડફેટે લેતા 9ના મોત
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મહિન્દ્રા થાર વચ્ચે ઈસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા માટે લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. તેવામાં જ 160થી વધુની સ્પીડે આવી રહેલી જેગુઆર કારે 9 લોકોને કચડીને કચરઘાણ વાળી દીધો હતો.

આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનું પણ મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી 160થી વધુની સ્પીડે આવી રહેલી જેગુઆર કારે નવ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત કેટલો ગંભીર હતો કે, ફિલ્મી દ્રશ્યોની જેમ લોકો 25 ફૂટ અને 30 ફૂટ દૂર દૂર ફંગોળાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *