Monsoon Health Tips : ભારતના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની શરુઆત થયી ચુકી છે.ચોમાસાના આગમનની સાથે જ ગરમીથી તો રાહત મળે છે, પરંતુ આ ઋતુમા ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ફ્લૂ જેવી અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આરોગ્ય નિષ્ણાતો હંમેશા ચોમાસામાં(Monsoon Health Tips ) ઘરને સ્વચ્છ રાખવા અને ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે.
આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી જરૂરી છે. ચોમાસામાં સૌથી વધુ ચેપ બહારના ખોરાક અથવા તૈલી ખોરાક જેવા કે સમોસા, પકોડા, ચાટ વગેરેથી ફેલાય છે. આવો જાણીએ રોગોથી બચવા માટે વરસાદમાં શું ન ખાવું જોઈએ.
લીલા શાકભાજી
આ વરસાદી ઋતુમાં લીલા શાકભાજી જેવા કે કોબીજ, લીલોતરી, પાલક ન ખાવા જોઈએ. નિષ્ણાંતોના મતે વરસાદની સિઝનમાં બેક્ટેરિયા અને ફૂગના ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. પાંદડાવાળા શાકભાજીમાં જંતુઓ ઝડપથી વધવા લાગે છે. વરસાદની સિઝનમાં આ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે, તેથી વરસાદમાં આવા શાકભાજીથી દૂર રહો.
તળેલી મસાલેદાર વસ્તુઓ
વરસાદની મોસમમાં તળેલા અને મસાલેદાર ખોરાકને ટાળો. આ પ્રકારનો ખોરાક શરીરમાં ચરબી અને પિત્તને વધારે છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલા માટે પકોડા, સમોસા કે તળેલી વસ્તુઓ પણ ટાળવી જોઈએ જે ઝાડા અને પાચન બગાડે છે.
મશરૂમ
ડોકટરોનું કહેવું છે કે વરસાદની સીઝનમાં મશરૂમનું સેવન ટાળવું જોઈએ. મશરૂમ જે જમીનમાં સીધા ઉગે છે તે ચેપ માટે વધુ સંવેદનશીલ હોય છે.
દહીં
વરસાદની સિઝનમાં દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે દહીંમાં બેક્ટેરિયા પણ હોય છે જે આ સિઝનમાં સ્વાસ્થ્ય માટે સારા નથી ગણાતા.
સી ફૂડ
ચોમાસાની ઋતુમાં સીફૂડ જેવા કે માછલી કે પ્રોન ખાવાનું ટાળો. કારણ કે આ સિઝનમાં દરિયાઈ જીવો માટે પ્રજનનનો સમય હોય છે. આ જ કારણ છે કે આ સિઝનમાં માછલી ખાવાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો વધી શકે છે.
માંસાહારી
વરસાદની મોસમમાં આપણું પાચનતંત્ર ખૂબ જ નબળું પડી જાય છે, તેથી ભારે ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં નોન-વેજ ખાવાનું ટાળો. આવી સ્થિતિમાં વધારે ચરબી કે લાલ માંસ ખાવાનું પણ ટાળવું જોઈએ.
સલાડ
જે સલાડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કહેવાય છે તે પણ આ સિઝનમાં ન ખાવા જોઈએ. માત્ર સલાડ જ નહીં, વરસાદની સિઝનમાં કાચું ખાવાનું ટાળો. આ સિવાય કાપેલા ફળો અને શાકભાજીનું સેવન ન કરો કારણ કે તેમાં પણ કીડાનો ખતરો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube