હવામાન વિભાગની સાંબેલાધાર આગાહી: અમદાવાદ, ભાવનગર સહિત ગુજરાતભરમાં પડશે મુશળધાર વરસાદ -દ્વારકામાં જાહેર કરાયું રેડ એલર્ટ

Meteorological department forecast: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે એક ધમાકેદાર શરૂઆત થઈ છે અને અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામી રહ્યો છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. તેમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે(Meteorological department forecast) એક આગાહી કરી છે. જે મુજબ 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ જોર યથાવત રહેશે.

ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા યથવાત રહશે. માછીમારોને 4 દિવસ દરિયો પણ ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમના કારણે વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આવનારા 4 દિવસમાંથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 2 દિવસ વરસાદનું વધુ જોર રહેશે, જે બાદ વરસાદનું જોર ઘટશે. બે દિવસ પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે દ્વારકામાં પણ રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, જામનગર, પોરબંદર, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર કચ્છ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

2 દિવસ ભારે વરસાદની આગાહી
આજે એટલે કે તારીખ 22 જુલાઈના રોજ જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠામાં આજે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં પણ ભારેથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *