Kamla nehru college student Murder in Delhi: દિલ્હીના માલવિયા નગરમાં શુક્રવારે એક કોલેજ સ્ટુડન્ટ પર સળિયા વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી.(Kamla nehru college student Murder in Delhi) હુમલામાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પીડિતાની ઓળખ કમલા નેહરુ કોલેજની વિદ્યાર્થિની નરગીસ તરીકે કરવામાં આવી હતી, તેના પર કોલેજ પરિસરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપી ઈરફાને પોલીસને જણાવ્યું કે પીડિતાએ તેના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો, જેના પગલે તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના દિલ્હીની ઓરોબિંદો કોલેજ પાસેના પાર્કમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ આ વર્ષે તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, તે માલવિયા નગરમાં કોચિંગ ક્લાસમાં જતી હતી.
પીડિતાના પરિવારજનોએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી
મળતી માહિતી અનુસાર પીડિતાના પરિવારે તેમના લગ્નને અસ્વીકાર કર્યો હતો અને નરગીસે ઈરફાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. નરગીસે વાત કરવાનું બંધ કર્યા બાદ આરોપીએ દુષ્કર્મને અંજામ આપ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
दिल्ली के अरबिंदो कॉलेज के पास पार्क में इरफ़ान
ने छात्रा नर्गिस को बुलाया और उसके सिर में लोहे की रॉड मारकर हत्या कर दी,इरफ़ान उससे शादी करना चाहता था लेकिन नर्गिस के परिजन राज़ी नही थे,मालवीय नगर पुलिस ने इरफ़ान को गिरफ्तार किया,एक बेगुनाह मासूम की लाश पार्क में पड़ी है,उसके… pic.twitter.com/sRzvBGrEUJ— Zakir Ali Tyagi (@ZakirAliTyagi) July 28, 2023
પોલીસને પીડિતાના શરીર પાસે એક સળિયો મળ્યો હતો અને તેના માથા પર ઈજાના નિશાન હતા. પોલીસ હત્યાના સંબંધમાં ઈરફાનની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે દક્ષિણ દિલ્હીના માલવિયા નગરમાં અરબિંદો કોલેજ પાસે 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો છે. તેના મૃતદેહ પાસે લોખંડનો સળિયો મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવતી પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. વધુ તપાસ ચાલુ છે.
#WATCH | Delhi Commission for Women (DCW) chief Swati Maliwal, says “The law and order situation in Delhi is in turmoil. Two incidents took place today- a girl was shot in Dabri and the second incident took place near Aurbindo College where another woman was beaten to death by an… pic.twitter.com/3feeYT7xax
— ANI (@ANI) July 28, 2023
સ્વાતિ માલીવાલે કહ્યું- દિલ્હી અત્યંત અસુરક્ષિત
આ ઘટનાની નોંધ લેતા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું કે, માલવિયા નગર જેવા પોશ વિસ્તારમાં એક છોકરીને સળિયાથી મારવામાં આવી. દિલ્હી અત્યંત અસુરક્ષિત છે. તેનાથી કોઈને વાંધો નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube