7 terrorists were caught: ગુજરાત રાજ્યમાં ડ્રગ્સના દૂષણની સાથે હવે આતંકીઓનો આતંક પણ સામે આવી રહ્યો છે.ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 50 દિવસમાં 7 આતંકીને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 7 વર્ષમાં(7 terrorists were caught) ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. અને જો આપડે આંતકીઓ વિશે વાત કરીએ તો રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરાયા પહેલા પોરબંદરમાંથી ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
અને જ્યારે આ આતંકીઓ સાથે સતત સંપર્કમાં રહેતી મહિલા આતંકીને પણ સુરતથી ઝડપી પાડવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 50 દિવસમાં જ 7 આતંકીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત કરવાની જરૂર છે.
ગુજરાત ATSએ આતંકી સંગઠનનો કર્યો હતો પર્દાફાશ
મળતી માહિતી અનુસાર, 9 જૂન 2023ના રોજ ગુજરાત ATSએ આતંકી મોડ્યુલરનો એક પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ પણ કરી હતી. આમાં ત્રણ લોકોને પોરબંદરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી હતી.
એક મહિલા સહિત 4ની કરાઈ હતી ધરપકડ
જે પછી ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું છે કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી પણ મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત પણ કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી હતી. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે તેવું લાગી રહ્યું છે.
ડ્રગ્સ-માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠા પર માંડી નજર
અને જો ડ્રગ્સની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે અંદાજે 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એક સમયે જમ્મુ કાશ્મીર અને પંજાબની સરહદથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે ડ્રગ્સ-માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠા પર નજર માંડી બેઠા છે. હવે ડ્રગ્સ-માફિયાઓ ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ રહી છે.
2016થી 2023 સુધીમાં એટલે કે 7 વર્ષમાં ગુજરાતમાંથી લગભગ 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સપ્ટેમ્બર 2021માં જ મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા રાજ્ય સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે ગયા મે મહિનામાં એટલે કે મે 2023માં જામનગરથી 12 હજાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું ડ્રગ્સ ઝડપાયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube