હાલમાં થોડા સમય પહેલાજ અયોધ્યા કેસનું પરિણામ આવ્યું છે. અને આ પરિણામ ભગવાન શ્રી રામના મંદિર બનાવના પક્ષમાં આવ્યું છે. હવે એ તો નક્કી થયું કે રામ મંદિર બનશે, પણ હવે અયોધ્યા કેવી રીતે સારું બનશે તે ઉપર ચર્ચા વિચારણા થઇ રહી છે. અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે અયોધ્યાને દેશના સૌથી મોટા ધાર્મિક શહેર બનાવવા માટેની યોજનાને અમલમાં મુકવા માટે વાતચીત ચાલી રહી છે.
શરૂઆતના તબક્કામાં આ માટેની જવાબદારી અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપાઈ છે. જેના ભાગરૂપે નગર નિગમનો વ્યાપ વધશે અને આસપાસના 41 ગામ અયોધ્યા કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે.
અયોધ્યાને દુનિયાનું સૌથી મોટું ધર્મ નગરી બનાવવા માટે મોટી યોજના તૈયાર કરાઈ રહી છે. આ માટે અયોધ્યા તીર્થ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરાઈ રહી છે. આ પ્રક્રિયામાં સંખ્યાબંધ તબક્કા હશે. પહેલા તબક્કાને અમલમાં મુકતા ચાર વર્ષ લાગી જશે.
જેના ભાગરૂપે અયોધ્યામાં આંતરરાષ્ટ્રિય સ્તરનુ એક એરપોર્ટ બનાવવાની પણ યોજના છે. જેથી દુનિયાભરના ભાવિકો દર્શન કરવા માટે અહીંયા સીધા આવી શકે. આ માટે રામ નવમી સુધીમાં શિલાન્યાસ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. મોદી સરકાર અયોધ્યાના રેલવે સ્ટેશન માટે પહેલા જ 100 કરોડની રકમ ફાળવી ચુકી છે. બહુ જલ્દી વિવિધ યોજનાઓની જાહેરાત કરાશે તેવુ અયોધ્યાના મેયર રાકેશ ઉપાધ્યાયનુ કહેવુ છે.
અયોધ્યામાં એક નવુ બસ ટર્મિનલ તેમજ 13 કિમી લાંબો શ્રીરામ કોરિડોર પણ બનવા જઈ રહ્યો છે. ઉપરાંત વારાણસીની જેમ અયોધ્યામાં પણ ક્રુઝ ચલાવવાની યોજના છે. અયોધ્યામાં વિશ્વસ્તરી ફાઈવ સ્ટાર હોટલ અને રિસોર્ટસ ખુલે તેવા પણ પ્રયત્નો કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.