Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદની એક પછી એક નવી સિસ્ટમ બ્મતી જાય છે. તેમ તેમ વરસાદ ના એક પછી એક રાઉન્ડ ચાલુ થતા જાય છે. તેમાં હાલ ગુજરાતના હવામાન વિભાગ દ્રારા એક આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં(Gujarat Weather Forecast) કેટલી જગ્યા પર હળવો વરસાદ વરસી શકે છે. હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. માછીમારોને પણ આગામી પાંચ દિવસ માટે કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
હવામાન વિભાગે હજુ પણ એક અઠવાડિયા દરમિયાન ભારે કે વધુ વરસાદ થવાની સંભાવના ન હોવાનું જણાવ્યું છે કે, હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોવાથી ખેડૂતો માટે રાહતની ખબર છે કારણ કે સતત થઈ રહેલા વરસાદના કારણે ખેતી માટે જરુરી કામકાજ અટકી પડ્યા હતા અને જો સતત વરસાદ થતો રહે તો ખેતીને નુકસાન થવાનો પણ ભય હતો. બીજી તરફ માછીમારો માટે પણ રાહતની ખબર છે કે વોર્નિગ આપવામાં આવી નથી.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવનાર 5-7 દિવસમાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી. આ દરમિયાન છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે, જેમાં એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, કોઈ એક જગ્યા પર વરસાદ રહી શકે તેવી શક્યતાઓ નથી. પરંતુ છૂટોછવાયો વરસાદ રહી શકે છે.
હવામાન વિભાગે રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. પરંતુ એક સાથે વધુ જગ્યાઓ પર સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ નથી. હાલ રાજ્ય પર વરસાદની સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ નથી. પરંતુ બન્ને જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં થઈ શકે છે. અમદાવાદ શહેર અંગે વાત કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે, શહેરમાં હળવા વરસાદી ઝાપટાં થઈ શકે છે.
રાજ્ય પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદની આગાહી નથી તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે પાંચ દિવસ દરમિયાન માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube