ફરી એકવાર ગૃહિણીના રસોડામાં જોવા મળશે ટામેટાં… ત્રણ દિવસમાં ટામેટાના ભાવ થયા અડધા

Tomato prices: છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવ ગૃહિણીઓનું બજેટ હલાવી દીધું હતું. જો કે હાલ તેમના માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.ટામેટાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં અડધા જેટલા થઇ ગયા છે. જેના કારણે સૌથી વધુ ખુશી ગૃહિણીઓમાં જોવા મળી રહી છે. આગામી સમયમાં ટામેટાના(Tomato prices) ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

ત્રણ દિવસમાં ટામેટાના ભાવ અડધા
ઘણા સમય પછી ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં ટામેટાના ભાવ અડધા થયા છે. ત્રણ દિવસ પહેલા જથ્થાબંધમાં 140 રૂપિયે વેચતા ટામેટાનો ભાવ 80 રૂપિયા થયો છે. જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલો છે. રિટેલ બજારમાં ટામેટાના ભાવ થયા 180થી ઘટીને થયા 120 રૂપિયા સુધી ચાલી રહ્યા છે.

ટામેટાની આવક વધતા ભાવમાં ઘટાડો
બજારમાં ટામેટાની આવકમાં વધારો જોવા મળતા ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.દેશભરના બજારોમાં પણ ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ટામેટા આવી રહ્યા છે. મહારાષ્ટ્રથી ટામેટાની આવક વધવાના કારણે આ અસર જોવા મળી રહી છે.

ટામેટાના ભાવ થઇ ગયા હતા આસમાને
મળતી માહિતી અનુસાર ,ચોમાસાના આગમન સાથે જ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ટામેટાના ભાવ માત્ર ગુજરાત જ વધ્યા ન હતા,પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત લગભગ આખા દેશમાં તે મોંઘા થઈ ગયા હતા. જૂનના ત્રીજા સપ્તાહ સુધી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટાના ભાવ જુલાઈમાં 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા.જેના કારણે સામાન્ય માણસ માટે ટામેટા ખરીદવા શક્ય ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *