Youth dies of heart attack in Surat: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Youth dies of heart attack in Surat)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.
કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં 48 વર્ષીય સંતોષભાઈ સમતારાનું મોત હાર્ટઅટેકથી નીપજ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દૂધ લેવા માટે ઘરથી બહાર નીકળેલા સંતોષભાઈ અચાનક રસ્તા પર ઢળી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આધેડના મોતથી બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી અનુસાર, ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી તેમની પત્ની અને બે બાળકો સાથે સંતોષભાઈ વસવાટ કરી રહ્યા હતા. સંતોષભાઈ લંન્સ ના કારખાનામાં કામ કરી પરિવારોનો ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં કમાનાર એક જ વ્યક્તિ હતા જેનું હવે અચાનક મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
સંતોષભાઈ વહેલી સવારે દૂધ લેવા નીકળ્યા હતા તે દરમિયાન અચાનક રસ્તા પર ઢલી પડ્યા હતા. ત્યારબાદ સંતોષભાઈને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં અજર તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું નિધન થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube