સુરતના વરાછામાં યુવકે સ્કૂલ બસ નીચે લગાવી મોતની છલાંગ, રસ્તા પર જ તડપી-તડપીને થયું મોત – જુઓ CCTV ફૂટેજ

Youth commits died under bus in Surat: સુરત વરાછા બોમ્બે માર્કેટ પાસેની ઈશ્વર કૃપા સોસાયટી નજીક ચાલીને આવી રહેલા યુવકે સામેથી આવી રહેલી સ્કૂલ બસ નીચે પોતાનું જીવન પડતું મૂકી દીધું છે. સ્કૂલ બસના ડ્રાઇવર અજાણ્યાને અડફેટમાં લીધો હોવાની જાણ થતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી કેમેરા ની તપાસ કરતા યુવકે બસ આગળ પોતે જીવન  પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખાણ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મળતી માહિતી અનુસાર,રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસ આશરે 25 વર્ષેનો અજાણ્યો યુવક વરાછા બોમ્બે માર્કેટ નજીક ઇશ્વરકૃપા સોસાયટી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો. ઝેબા ક્રોસિંગ તરફથી આવી રહેલા આ યુવકે અચાનક સામેથી આવતી સ્કૂલ બસની નીચે પોતાનું જીવન પડતો મૂકી દીધો હતો. કઈ સમજાય તે પહેલા આખી બસ તેના પરથી ફરી વળી હતી.

આ બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. અને બસના વ્હીકલ નીચે કચડાતા ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108 ની જાણ કરી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો હતો.ત્યાં ફરજ બજાવતા  ડોક્ટરોએ તેને મૃત(died) જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસે હોસ્પિટલ પહોંચી આવી હતી.

આ મામલે પોલીસે જણાવ્યું છે કે, મૃતક યુવકની ઓળખ થઈ નથી. તેને શરીર પર બ્લુ ટીશર્ટ અને પહેર્યું હતું. તેના જમણા હાથ પર વીંછી દોરાયેલું હતું. જોકે યુવકના માત્ર તમાકુની પડીકી મળી આવી હતી. જ્યારે તેને ઓળખ થઈ શકે તેવી કોઈ વસ્તુ મળી આવી નથી. પોલીસે હાલ યુવકની ઓળખ કરવા સાથે પરિવાર ના લોકોની પણ આધારિત છે.

અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. ઓળખ કરવા માટે સ્થાનિક વિસ્તાર સાથે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *