પ્રધાનમંત્રી મોદીના કાફલામાં સામેલ થઈ નવી ગાડી, કિંમત છે બે કરોડથી વધુ

2014 માં દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ વડા પ્રધાન મોદી BMW 7 સીરીઝની લક્ઝરી સિડાનમાં મુસાફરી કરતા હતા. 2017 માં, રેન્જ રોવર સેન્ટિનેલ એસયુવીથી લાલ કિલ્લા પર પહોચ્યા હતા અને 2018 માં તે જ કારનો ઉપયોગ કર્યો હતો. તેમણે 2019ના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ટોયોટા લેન્ડ ક્રુઝરનો ઉપયોગ કર્યો હતો.

તાજેતરમાં, 5 નવેમ્બરના રોજ થાઇલેન્ડ પ્રવાસથી ભારત પરત ફરતા કેટલીક ચેનલો પર તેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમની પાસે નવી ટોયોટા લેન્ડ ક્રુઝરમાં સવારી કરી હતી. ખાસ વાતતો એ હતી કે આ વર્ષે તે લેન્ડ ક્રુઝરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આવ્યા હતા, પરંતુ 5 નવેમ્બરના રોજ, મોદીજી નેક્સ્ટ જનરેશન લેન્ડ ક્રુઝરમાં દેખાયા.

હાલ માં જ નવી નીકળેલી લેન્ડ ક્રુઝરની કીમત આશરે 1.7 કરોડ રૂપિયા છે. જ્યારે તેની ઓન-રોડ કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે. દેખાવમાં, તે સામાન્ય લેન્ડ ક્રુઝર જેવી જ ગાડી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક ખુબ જબરદસ્ત બુલેટપ્રૂફ ગાડી છે. જોકે ટોયોટા કંપની મર્સિડીઝ, લેન્ડ રોવર અને બી.એમ.ડબ્લ્યુ જેવા બખ્તરબંધ ગાડીઓનું નિર્માણ કરતી નથી, સંભાવના છે કે આ ગાડીને બહારથી ઓડર આપવામાં આવી છે.

3.5 ટનની આ ગાડીમાં 4.5 લીટરનું v8 એન્જીન લગાવામાં આવ્યું છે. જે 262 બીએચપીનો મેગા પાવર અને 650 એનએમનો ટોર્ક આપે છે. અને આ કાર ચાર વ્હીલ ડ્રાઇવ છે અને ખાડાટેકરાવાળા રસ્તાઓ પર સરળતાથી દોડી શકે છે. જ્યાં સામન્ય વાહન કરતા બુલેટપ્રૂફ વાહનમાં વજન ઘણું વધે છે, જેના કારણે તેને શક્તિશાળી એન્જિનની જરૂર પડે છે.

અગાઉ વડા પ્રધાન મોદી રેન્જ રોવર સેન્ટિનેલમાં મુસાફરી કરતા હતા, જે 5.0 લિટર સુપરચાર્જ્ડ v8 પેટ્રોલ એન્જિન સાથે આવે છે અને 375 બીએચપીનો પાવર ઉત્પન્ન કરે છે. તેની ટોપ સ્પીડ 218 kmph છે. રેંજ રોવર સેન્ટિનેલમાં VR8 બેલિસ્ટિક પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, જે વાહનને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (આઈઈડી) સહિતના મોટાભાગના હુમલાઓથી સુરક્ષિત કરી શકે છે.

પહેલાના પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહે BMW 7 સિરીઝનો ઉપયોગ કર્યો હતો. સંપૂર્ણ કાર બુલેટપ્રૂફ કારવાળી તે પહેલી કાર હતી, જે ગ્રેનેડ એટેકનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હતી. આ કારનું બોડી ખૂબ જ મજબૂત અને સલામત હતું અને તેનું વજન ખૂબ ઓછું હતું. જેના કારણે તે બુલેટની ગતિથી પણ દોડી શકે છે.ટાયર પંચર પછી પણ, આ કાર 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 320 કિમી દોડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *