કોરોના સંકટ વચ્ચે ગરીબો માટે મોદી સરકારે ઉઠાવ્યા આ મોટા પગલાં !!!

કોરોના સંકટ વચ્ચે પ્રભાવિત લોકોની મદદ માટે ઘણા પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગુરુવારે નાણા મંત્રાલય એક રીતનું લેખો ચોખ્ખું રજૂ કર્યું હતું…

કોરોના સંકટ વચ્ચે પ્રભાવિત લોકોની મદદ માટે ઘણા પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગુરુવારે નાણા મંત્રાલય એક રીતનું લેખો ચોખ્ખું રજૂ કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું કે સરકારે કોરોના પ્રભાવ ઓછો કરવા માટે ગરીબો ઉપર અત્યાર સુધી કેટલો ખર્ચ કર્યો છે.

આંકડાઓ અનુસાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩૩ કરોડથી વધારે ગરીબોને 31238 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવી છે.જેમાં ૨૦ કરોડ મહિલાઓના જનધન ખાતામાં 10025 કરોડ રૂપિયા મોકલવામાં આવી ચૂક્યા છે.લગભગ ૨.૫ કરોડ વૃધ્ધો વિધવાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને 1405 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

સરકારે કહ્યું છે કે આ મહિને પીએમ કિસાન યોજના ની પહેલો હપ્તો અંતર્ગત આઠ કરોડ ખેડૂતોને 16146 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.તેમજ 2.17 કરોડ બિલ્ડિંગ અને construction સાથે જોડાયેલા મજૂરોને 3457 કરોડ રૂપિયાની નાણાકીય મદદ આપવામાં આવી છે.

આ ઉપરાંત સરકારે 15000 રૂપિયા થી ઓછું પગારવાળા કામદારોને પીએફ ખાતામાં 162 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.તેનો ફાયદો 7775 epf કર્મીઓને મળ્યો છે સરકારે આ પગલાંથી 10.6 લાખ કર્મચારીઓને તેનો ફાયદો મળ્યો છે.

નાણામંત્રાલયનો માનીએ તો જનધન ખાતામાં 1 એપ્રિલ 2020 સુધી 1,19,680 કરોડ રૂપિયા જમા હતા જેના બાદ સરકારે મહિલાઓ ના ખાતામાં પાંચસો રૂપિયા નાખ્યા જેનાથી 8 એપ્રિલના રોજ ૩૮.૪ કરોડ ખાતાઓ માં રકમ વધીને 1,27,748 કરોડ રૂપિયા થઈ ગઈ.

આ ઉપરાંત ઉજ્વલા યોજના અંતર્ગત ૨.૬૪ કરોડ મફત રસોઈ ગેસ સિલિન્ડર વહેંચવામાં આવી ચૂક્યા છે. અને ૩.૦૫ કરોડ સિલિન્ડર બુક કરવામાં આવ્યા છે. જે આવનારા દિવસોમાં લોકોને મફતમાં ડિલિવર કરવામાં આવશે. કુલ ૮ કરોડ ઉજ્વલા યોજના સાથે જોડાયેલા ગરીબ પરિવારોમાં ત્રણ મહિના સુધી મફત સિલિન્ડર આપવામાં આવશે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સતત રાહત માટે અનેક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. આગળ જતા પણ જરૂરત પડે ત્યારે નવા પગલાઓ લેવામાં આવશે.આ ઉપરાંત સરકારે ટેક્સ પર પણ ઘણા પ્રકારની છૂટ આપી છે.સાથે જ ગરીબોને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ ત્રણ મહિના સુધી આપવાનું એલાન મફતમાં કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *