2 સેકન્ડમાં જ આંબી ગયો કાળ: દ્વારકામાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત

11 year old child died of heart attack in Dwarka: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.(11 year old child died of heart attack in Dwarka) જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાતના દ્વારકામાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

મળતી માહિતી અનુસાર, દ્વારકામાં આવેલ ભાણવડના વિજયપુર ગામે 11 વર્ષના બાળકને વહેલી સવારે હ્રદય રોગનો હુમલો આવતા બાળક મોતને ભેટીયો છે. માત્ર 11 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકથી બાળકનું મોત થતા સમગ્ર પંથકમાં પામી છે. દુષ્યંત ઘનશ્યામભાઈ પીપરોતર વિજયપુર ગામમાં જ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો.

11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પીપરોતર નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બાથરૂમ જઈને આવ્યા બાદ બાળક ઓસરીમાં જ અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોને જાણ થતા પરિવારજનો એક તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે.

કોરોના પછી વધ્યા હાર્ટ એટેક
આશ્ચર્યજનક વાત તો એ છે કે, કોરોના પહેલા હાર્ટ એટેકના કારણે આટલા મોત નહોતા થતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ તકલીફ વગર નાના હોય કે મોટા દરેક લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *