ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદ પોલીસે 458 પેટી સાથે બુટલેગરની કરી ધરપકડ

Published on Trishul News at 6:50 PM, Tue, 12 September 2023

Last modified on September 13th, 2023 at 10:23 AM

Liquor seized in Ahmedabad: ગુજરાતમાં દારૂબંધી વારંવાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય છે. ત્યારે ગુજરાત પોલીસ પોતાની સતર્કતા અને પેટ્રોલિંગ કરીને આવા બૂટલેગરોને ઝડપી પાડતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.(Liquor seized in Ahmedabad)

જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા લાખો રૂપિયાના દારૂ સાથે એક બુટલેગરની ઘરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસને માહિતી મળી હતી, માહિતી મળતાની સાથે જ બગોદરા તારાપુર ચોકડી નજીકથી એક બુટલેગરને HP-58-7754 નંબરના ટ્રક સાથે ધરપકડ કરવામાં આવી છે.

ટ્રકમાં પરપ્રાંતીય દારૂની 458 પેટીઓ જેમાં કુલ 5496 નંગ બોટલો ભરેલી હતી. જેની કુલ રકમ 27,90,000 હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રક સહિત કુલ કિંમત 34,96000 ના મુદ્દા માલ સાથે બગોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

Be the first to comment on "ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદ પોલીસે 458 પેટી સાથે બુટલેગરની કરી ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*