કાજલ ઓઝા વૈદ્યને સુરત એરપોર્ટ પર થયો એવો કડવો અનુભવ કે મજબૂરીવશ ફેસબુકમાં આવીને લખવું પડ્યું

જાણીતા સ્ટેજ શો અને પોતાની વાતોથી લોકોને મોટીવેટ કરતાં કાજલ ઓઝા વૈદ્યને (Kaajal oza vaidya in Surat) સુરત આવીને ખરાબ અનુભવ થયો છે. પોતાના એક…

જાણીતા સ્ટેજ શો અને પોતાની વાતોથી લોકોને મોટીવેટ કરતાં કાજલ ઓઝા વૈદ્યને (Kaajal oza vaidya in Surat) સુરત આવીને ખરાબ અનુભવ થયો છે. પોતાના એક કાર્યક્રમ માટે સુરત આવેલા કાજલ ઓઝા વૈદ્યને Kaajal oza vaidya સુરત થી પરત જતી વખતે એરપોર્ટ પર લાઈનમાં ઊભા રહેવાનું આવતા પોતાનો બળાપો સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે.

કાજલ ઓઝા વૈદ્ય પોતાના લેખન દ્વારા સરકાર ની વાહવાહી કરતાં સતત નજરે પડતા હોય છે. પરંતુ સુરતમાં ખરાબ અનુભવ થતા હવે કાજલ ઓઝા વૈદ્ય એ દોષનો ટોપલો એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર પર ઢોળી દીધો છે. સાથે સાથે વિરોધ પણ કર્યો છે કે એરપોર્ટના પ્રાઇવેટાઈઝેશન ને કારણે મુસાફરોને સગવડ વધવાને બદલે સમસ્યા વધી છે.

કાજલ ઓઝા વૈદ્યે સુરત એરપોર્ટ ખાતે 500 મીટર લાઈનમાં ઊભા રહીને તડકો ખાવાનો વારો આવતા સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, સુરત એરપોર્ટ પર 500 મીટર લાંબી લાઈન છે. ધોમ તાપમા ઊભા રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સિવિલ વર્ક ચાલી રહ્યું છે, એટલે સિમેન્ટ ધુળ પથ્થરની વચ્ચે મુસાફરોએ પોતાના પ્રવેશની રાહ જોવી પડે છે. એરપોર્ટનો એક નાનો દરવાજો જ્યાં આઈડી ચેક થાય છે. તેમાં મુસાફર પ્રવેશે એમાં 30 થી 45 સેકન્ડ થાય. સૌને તાપમાન ઉભા રહેવુ પડે છે. લાખોના ખર્ચે રીનોવેશન થઈ રહેલા એરપોર્ટ પર મુસાફરો માટે લાકડાના વાસ પર તાડપત્રી નાખીને છાયો કરવાનું એરપોર્ટ ઓથોરિટી ને સૂઝ્યું નથી.

લાઈનમાં ઘૂસ મારતા મોડા આવેલા મુસાફરો સામે પણ બળાપો કાઢતા કાજલ ઓઝા લખે છે કે, અમારી ફ્લાઈટ છે મોડું થઈ ગયું, સોરી. કહીને લોકો ઘુસતા જાય છે. સમયસર આવીને લાઈનમાં ઊભેલાના મૂર્ખ બન્યા જેવી ફીલિંગ થાય છે. આમ કાજલ ઓઝા વૈદ્યને બધા મૂર્ખ બનાવી રહ્યા હોય તેવી ફીલિંગ પણ સુરત એરપોર્ટ ઓથોરિટી કરાવી દીધી છે.

હાલમાં તો કાજલ ઓઝા વૈદ્યાની આ facebook પોસ્ટના કારણે સુરતીઓ આવકારી રહ્યા છે. જ્યારે વિવેચકો કાજલ ઓઝા વૈદ્યને આલોચના ની નજરે જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *