Discount on iPhone 15 series: Apple India હવે iPhone 15 સિરીઝ માટે પ્રી-ઓર્ડર સ્વીકારી રહ્યું છે, iPhone 15 ની અધિકૃત ડિલિવરી તારીખ 22 સપ્ટેમ્બર છે. Appleની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર Apple iPhone 15(Discount on iPhone 15 series) સીરિઝ પર તમે 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે Appleની આ ઓફર દિલ્હી અને મુંબઈમાં તેમના રિટેલ આઉટલેટ્સ તેમજ તેમની ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેમાં તમને iPhone 15 સીરીઝ ખરીદવા પર ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરનો લાભ મળશે. ચાલો જાણીએ કે iPhone 15 સિરીઝના સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે.
iPhone 15 અને iPhone 15 Plus પર ડિસ્કાઉન્ટ
iPhone 15ની લોન્ચિંગ કિંમત 79900 રૂપિયા છે અને iPhone 15 Plusની લોન્ચિંગ કિંમત 89900 રૂપિયા છે. Apple દ્વારા આ બંને સ્માર્ટફોન પર ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં iPhone 15 પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને iPhone 15 Plus પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ આ બંને ફોન પર 55700 રૂપિયાની એક્સચેન્જ ઑફર મળશે, જેમાં તમે તમારો જૂનો ફોન આપી શકો છો. આ ઓફર જૂના ફોનની સ્થિતિના આધારે ઉપલબ્ધ થશે.
iPhone 15 pro અને iPhone 15 Po max પર ડિસ્કાઉન્ટ
iPhone 15 Proની લોન્ચિંગ કિંમત 134900 રૂપિયા છે અને iPhone 15 Pro Maxની લોન્ચિંગ કિંમત 159900 રૂપિયા છે. Apple દ્વારા આ બંને ફોન પર ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં તમને iPhone 15 Pro પર 6000 રૂપિયા અને iPhone 15 Pro Max પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે એક્સચેન્જ ઓફરમાં iPhone 15 pro અને iPhone 15 Po max પર 55700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જે જૂના સ્માર્ટફોનની કન્ડિશન પર નક્કી કરવામાં આવશે.
એપલના અન્ય ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે
એપલની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ગ્રાહકોને iPad, MacBook, MacBook અને iPad Air પર 4000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. તમને જણાવી દઈએ કે આ ઓફર એપલની ઓફિશિયલ સાઈટ અને દિલ્હી અને મુંબઈ રિટેલ આઉટલેટ્સ પરથી મેળવી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube