ચોધાર આંસુએ રડી પડ્યો રાજકોટનો પરિવાર: યુવકને CCTV કેમેરાના કેબલમાંથી કરંટ લાગતાં ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું

Rajkot youth dies of electrocution: હાલ રાજ્યભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. મંગળવારે ગણેશ ચતુર્થીના અનુસંધાને ગામેગામ ગણપતિ સ્થાપનની જોરદાર તૈયારી ચાલી રહી હતી. ત્યારે રાજ્યના(Rajkot youth dies of electrocution) રાજકોટ જીલ્લાના  જેતપુર તાલુકામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી રહી છે.અને તે ઘટના ગણપતિના પંડાલમાં CCTV કેમેરા નાખવાનું કામ ચાલી રહ્યું હતું .

તે સમયે CCTV કેમેરાના કેબલમાંથી અચાનક જોરદાર વીજ પ્રવાહ પસાર થતાં યુવકને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે ઉછળીને નીચે પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર દરિમયાન તેનું કરુણ મોત નીપજયું હતું.

જેતપુર શહેરની વૃંદાવન સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવી રહ્યું હતું.અને તે માટે નાખવામાં આવેલા પંડાલમાં CCTV કેમેરા ફિટ કરવાના હતાં. તે માટે કેટલાક કારીગરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન ખજૂરી ગુંદાળા ગામનો પ્રયાગ સાકરીયા નામનો યુવાન પણ કેબલ ફિટ કરવામાં તે લોકોની મદદ કરી રહ્યો હતો.પ્રયાગે CCTV કેમેરાનો કેબલ પકડાતાં જ કેબલમાંથી જોરદાર કરંટ લાગતા પ્રયાગને તરત જ સારવાર માટે ત્યાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં ફરજ પરના ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *