Train Seat Jugaad Viral Video: દુનિયાભરમાં જુગાડબાઝની કોઈ કમી નથી, જેઓ જાણે છે કે જરૂરિયાતના સમયે તેમના મગજનો ઉપયોગ કરીને દેશી જુગાડની મદદથી તેમનું કામ કેવી રીતે કરવું. તમારી મુસાફરી દરમિયાન, તમને અમુક સમયે આવા લોકો મળ્યા જ હશે, જેઓ જ્યારે સીટ ન મળે ત્યારે જુગાડ કરીને કેવી રીતે ટ્રેનની અંદર સૂવું તે જાણતા હોય, જે આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. જેમાં એક ટ્રેન મુસાફરોથી ખીચોખીચ ભરેલી હોય છે. ટ્રેનમાં એક મુસાફરને ટ્રેનમાં સીટ ના મળી તો ગજબનો જુગાડ શોધી કાઢ્યો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે જ્યારે ટ્રેનમાં સીટની કોઈ વ્યવસ્થા ન હતી ત્યારે તે વ્યક્તિએ પોતાની રીતે વ્યવસ્થા કરી અને પછી તેના પગ લંબાવીને શાંતિથી સૂઈ ગયો. વીડિયોને જોઈને સમજી શકાય છે કે, ત્યાં હાજર કોઈ રેલવે પેસેન્જરે આ વીડિયો બનાવ્યો હશે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે અને શેર પણ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેનની અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી, આવી સ્થિતિમાં એક વ્યક્તિ શાંતિની સુઈ શકે તે માટે ચાદરની મદદથી જુગાડ કરીને આરામ કરી રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @hathim_ismayil નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વ્યક્તિના આ અદ્ભુત આઈડિયાને પણ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકો એવા પણ છે કે, જેઓ આ વાતને પણ ઘોળીને પી રહ્યા છે. વીડિયો જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ ઘણું જોખમી હોઈ શકે છે. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે, જો બેડશીટ ખોલવામાં આવે છે, તો યુવક સીધી નીચે પડી જશે અને ઈજા થઈ શકે છે. જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે આવો વીડિયો સામે આવ્યો હોય. આ પહેલા પણ ઘણા લોકો આ રીતે જુગાડ કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે.
26 ઓગસ્ટે શેર કરાયેલા આ વીડિયોને 9 લાખ 52 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે યૂઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મને ચોક્કસપણે ઊંઘ આવી રહી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ.’
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube