અમેરિકામાં આ તારીખે વિશ્વના બીજા સૌથી મોટા મંદિરનું બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ કરશે લોકાર્પણ, પ્રમુખ સ્વામીએ નાખ્યો હતો પાયો

Swaminarayan Akshardham New Jersey: જો વાત કરવામાં આવે તો આજના આ આધુનિક યુગમાં ભારત દેશની બહાર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યથી ભવ્ય…

Swaminarayan Akshardham New Jersey: જો વાત કરવામાં આવે તો આજના આ આધુનિક યુગમાં ભારત દેશની બહાર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યથી ભવ્ય નિર્માણ થયું છે. આ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નું ઉદઘાટન 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ નું નિર્માણ કાર્ય 2011માં શરૂ થયું હતું અને તેમાં 12,500 થી વધુ સ્વયંસેવકોએ પોતાની સેવા નિસ્વાર્થ ભાવે અર્પણ કરી હતી.

માત્ર એટલું જ નહીં પરંતુ આ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના (Akshardham New Jersey) ઔપચારિક ઉદ્ઘાટન પહેલા જ અહીં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. તમને જણાવી દઈએ કે 183 એકરમાં બનેલું આ મંદિર પ્રાચીન હિંદુ શાસ્ત્રો અનુસાર નિર્માણ કરવામાં આવ્યું છે. જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે. આ મંદિરની અંદર દસ હજાર શિલ્પો અને મૂર્તિઓ, ભારતીય સંગીતના સાધનોની કોતરણી અને નૃત્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે. આ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર કંબોડીયાના અંગકોરવાટ પછી બીજું સૌથી મોટું મંદિર છે.

મહત્વનું છે કે અમેરિકાના સૌથી મોટા મંદિર અને ભારતની બહાર બીજા સૌથી મોટા હિન્દુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ 8 ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. આ મંદિર પ્રાચીન હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10,000 મૂર્તિઓ અને પ્રતિમાઓ, ભારતીય સંગીત વાધ યંત્રો અને નૃત્ય સ્વરૂપોનું નકશીકામ કરવામાં આવ્યું છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંત અક્ષર વત્સલદાસ સ્વામીએ જણાવતા કહ્યું હતું કે, આ અમારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો (Pramukh Swami Maharaj) સંકલ્પ હતો. આ ભવ્ય અક્ષરધામ પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્ય અનુસાર બનાવવામાં આવ્યું છે. આ બીએપીએસ હિન્દુ મંદિરનું વિધિવત ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે અને 18 ઓક્ટોબરથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે.

અક્ષરધામમાં અત્યાર સુધી અક્ષરધામ મંદિર કરતા મોટો લંબગોળ ગુંબજ છે. જે પરંપરાગત પથ્થરના કોતરણીકામથી બાંધવામાં આવ્યો છે. તે હજાર વર્ષ સુધી ટકી રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અક્ષરધામ માટે પસંદ કરાયેલા ચાર પ્રકારના પત્થરોમાં ચૂનાનો પત્થર, ગુલાબી સેંડસ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટનો સમાવેશ થાય છે, જે ભારે ગરમી અને ઠંડીનો સામનો કરી શકે છે.

બાંધકામમાં અંદાજે 20 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બલ્ગેરિયા અને તુર્કીમાંથી ચૂનાના પત્થરો સહિત વિશ્વભરના વિવિધ સ્થળો પરથી મેળવવામાં આવ્યો હતો. મંદિરમાં ગ્રીસ, તુર્કી અને ઇટાલીનો આરસ, ભારત અને ચીનમાંથી ગ્રેનાઈટ, ભારતના સેન્ડસ્ટોન અને યુરોપ, એશિયા, લેટિન અમેરિકાના અન્ય સુશોભન પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અક્ષરધામના નિર્માણમાં બીએપીએસના હજારો સ્વયંસેવકોએ સેવા કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં સ્થિત અક્ષરધામ મંદિર 100 એકરમાં ફેલાયેલું છે. આ અક્ષરધામ મંદિરને વર્ષ 2005માં ભાવિક ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *