Delhi Police arrested ISIS terrorist Shanwaz: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આખરે સોમવારે દિલ્હી, મુરાદાબાદ અને લખનઉમાંથી NIAની યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવ્યા છે કે, તેઓ દેશમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા અને તેની સાથે દેશના મોટા લોકો પણ તેમના નિશાના પર હતા, જેમને તેઓ નિશાન બનાવવા જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે, જેની સૂચના પર તેણે બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ લીધી હતી.
પૂછપરછ દરમિયાન ત્રણેય આતંકી શાહનવાઝ, રિઝવાન અને અરશદે ઘણા મોટા ખુલાસા કર્યા છે. ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્લીમાં ધરપકડ બાદ ખબર પડી કે, ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આ ત્રણમાંથી એક આતંકી શાહનવાઝ(Delhi Police arrested ISIS terrorist Shanwaz)નો પ્લાન ગુજરાતમાં બ્લાસ્ટ કરવાનો પણ હતો. તેને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી
સાથે જ એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘આતંકવાદીઓ 26/11 કરતા વધુ નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા હતા. આતંકવાદી શાહનવાઝને વિસ્ફોટ કરવાની ટ્રેનિંગ આપવાની સૂચના મળી હતી. કોઈ એક ખાસ મોકા પર હુમલો કરવાની યોજના હતી. તારીખ પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલરે નક્કી કરવાની હતી.’
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સ્પેશિયલ સેલ એચજીએસ ધાલીવાલના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ધરપકડ કરાયેલ મોહમ્મદ શાહનવાઝ મુખ્ય આરોપી છે અને તેની સાથે અન્ય બે સહયોગીઓ મોહમ્મદ રિઝવાન અશરફ અને મોહમ્મદ અશરફ વારિસીની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ માહિતી સામે આવી છે કે આ આતંકવાદીઓ દેશમાં મોટો ધડાકો કરવાની સાથે VVIP લોકોને નિશાન બનાવવાના હતા.
STORY | Delhi Police has arrested one of NIA’s most wanted terrorists, Shahnawaz, who is alleged to have links with an ISIS module.
READ: https://t.co/qn0vXqyHeM
VIDEO: pic.twitter.com/WqVL9hJlT0
— Press Trust of India (@PTI_News) October 2, 2023
બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી
મોહમ્મદ શાહનવાઝની સોમવારે જેતપુરથી ધરપકડ(Delhi Police arrested ISIS terrorist Shanwaz) કરવામાં આવી હતી. રિઝવાન અશરફની લખનૌથી ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદ અસરાસ વારિસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ધાલીવાલના જણાવ્યા અનુસાર શાહનવાઝના ઘરેથી વિસ્ફોટકોનો મોટો કન્સાઈનમેન્ટ મળી આવ્યો છે.શાહનવાઝના ઘરમાંથી પિસ્તોલ, પાઇપ અને બોમ્બ બનાવવાની સામગ્રી અને સાહિત્ય પણ મળી આવ્યું છે. પાકિસ્તાની ગોંધીઓના સંપર્કમાં હતો. શાહનવાઝ પાસેથી સાહિત્ય પણ મળી આવ્યું છે, જેમાં બોમ્બ બનાવવાની વાત લખવામાં આવી છે. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મોટા આતંકવાદી કાવતરાં છે તે જાણવા માટે તેઓએ ગુજરાત અને અમદાવાદમાં પણ તપાસ કરી હતી.
ISISના ત્રણ આતંકીઓની ધરપકડ
મળતી માહિતી મુજબ, તેમને તમામ સૂચનાઓ ક્રોસ બોર્ડર પાકિસ્તાન તરફથી આપવામાં આવી રહી હતી. મોહમ્મદ રિઝવાન ફરાર છે, તેની ધરપકડ કરવા માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલમાં ISISના કુલ ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ શાહનવાઝ એક માઇનિંગ એન્જિનિયર છે, તે ખૂબ જ શિક્ષિત વ્યક્તિ છે. તે ઇન્ટરનેટ પર ઘણો સક્રિય છે અને તેની પત્ની ધર્માંતરિત મુસ્લિમ છે. પત્નીનું નામ શાંતિ પટેલ હતું.લગ્ન પછી તેણે પોતાનું નામ બદલીને મરિયમ રાખ્યું. આ સિવાય સોમવારે સવારે મોહમ્મદ રિઝવાન મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે અને મોહમ્મદ રિઝવાન હજુ ફરાર છે.
મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટનું પ્લાનીંગ
મોહમ્મદ શાહનવાઝ આલમ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે અને તેની પાસે બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી છે. આ સિવાય વારીસી પણ ઝારખંડનો રહેવાસી છે અને તેણે અલીગઢ યુનિવર્સિટીમાંથી B.Tech PhD કર્યું છે. તે જ સમયે, મોહમ્મદ રિઝવાન અશરફ મૌલાના છે અને તે આઝમગઢનો રહેવાસી છે. આ સાથે તેણે ગાઝિયાબાદથી B.Tech કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ VVIP લોકોને નિશાન બનાવીને મોટો ધડાકો કરવા જઈ રહ્યા હતા. જેના કારણે મહત્તમ નુકસાન થઈ શકે છે. તેનું પાકિસ્તાન સાથે કનેક્શન છે અને અમદાવાદ બ્લાસ્ટ સાથે તેનું કનેક્શન છે.
પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો આરોપી
અત્રે નોંધનીય છે કે, આ વર્ષે પુણે પોલીસે ISIS મોડ્યુલનો પર્દાફાશ કરતી વખતે કેટલાક લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી એક શાહનવાઝ હતો, પરંતુ તે પોલીસને ચકમો આપીને કસ્ટડીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. બે દિવસ પહેલા પુણે પોલીસ, NIA અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને દિલ્હીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, પરંતુ તે મળી આવ્યો ન હતો. સર્ચ ઓપરેશન દરમિયાન રવિવારે તે અચાનક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પુણે પોલીસના જણાવ્યા અનુસાર, ISISના આતંકવાદીઓ મુંબઈ, પુણે અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. તેણે IED બનાવવાની ટ્રેનિંગ પણ લીધી હતી.
દિલ્હીમાં સ્લીપર સેલ એક્ટીવ કરી રહ્યો હતો આતંકવાદી
મળતી માહિતી અનુસાર, શાહનવાઝ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. તે દિલ્હીનો રહેવાસી છે. તે ISISનો આતંકવાદી હોવાનું જાણવા મળતાં પુણે પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગીને દિલ્હી આવ્યો હતો. શાહનવાઝ દિલ્હીમાં પોતાના સ્લીપર સેલને એક્ટીવ કરી રહ્યો હતો, જેથી દિલ્હીમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપી શકાય. શાહનવાઝ સાથે, અન્ય 3 લોકોની પણ ધરપકડ કરી છે. જેમાં રિઝવાન, અબ્દુલ ફૈયાઝ તલ્હા પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ તેની શોધમાં સતત દરોડા પાડી રહી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેને પકડી લીધો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube